Nargis Fakhri, on the media, revealed to Pregnancy
  • Home
  • Entertainment
  • Bollywood
  • મીડિયા પર વિફરી અભિનેત્રી નરગિસ ફખરી, પ્રેગનેન્સીને લઇને કર્યો ખુલાસો

મીડિયા પર વિફરી અભિનેત્રી નરગિસ ફખરી, પ્રેગનેન્સીને લઇને કર્યો ખુલાસો

 | 10:43 am IST

નરગિસ ફખરીને લઇને ઘણા સમયથી આ ખબરો મીડિયામાં ચાલી રહી હતી કે તે હોલીવુડના ડાયેરેક્ટરની સાથે પ્રેમમાં છે. ત્યાર બાદ એવી ખબર આવી કે તેનું બ્રેકઅપ થઇ ગયું છે અને હાલમાં એવી પણ ખબરો સામે આવી છે કે નરગિસ ફાખરી પ્રેગનેન્ટ છે. પરંતુ નરગિસે આ અંગે પોતેએ ખુલાસો કર્યો છે અને તેની ભડાસ નીકળી છે.

નરગિસ ફખરી અંગે આ ખબર સામે આવી હતી કે તે પ્રેગનેન્ટ છે જે બાદ તેને સોશિયલ મિડીયા પર તેની ભડાસ નીકાળી અને દરેક ખબરને માત્ર એક અફવા ગણાવી છે. સાથે તમામ મીડિયા હાઉસને આ સલાહ આપી છે કે તે પોતાની ભૂલ સુધારે. ટ્વિટર પર નરગિસે કહ્યું કે આ ખૂબ બકવાસ વાત છે.

તમે કેવી રીતે આ ખોટી ખબર ચલાવી શકો છો અને મારી બેઇજ્જતી કરી શકો છો. કારણકે મારું વજન વધી ગયું છે. જેને પણ આ ખબર લખી છે તેને મારા અંગે બિલકુલ પણ જાણકારી નથી અને આ ખબરનો એક-એખ શબ્દ ખોટો છે. તમારે એક-એક સચ્ચાઇ તપાસ કરવી જોઇએ.

 

તમારી જાણકારી માટે જણાવી દઇએ કે નરગિસ જલદી જ એક હોરર ફિલ્મ અમાસમાં નજરે પડશે. તે આ સમયે આ ફિલ્મના પ્રમોશનને લઇને ભારતમાં છે. સતત તેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે. આ ફિલ્મ જલદી જ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન