ollywood, NCB, Director, DharmaProduction, KshitijRaviPrasad
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડ ડ્રગ્સ કાંડ: દીપિકા રણવીર સાથે મુંબઈ પહોંચી, સારા સાથે આટલા સેલેબ્સ સકંજામાં

બોલિવૂડ ડ્રગ્સ કાંડ: દીપિકા રણવીર સાથે મુંબઈ પહોંચી, સારા સાથે આટલા સેલેબ્સ સકંજામાં

 | 9:23 pm IST

બોલિવૂડમાં હવે ડ્રગ્સ કનેક્શન મામલે હાહાકાર મચી ગયો છે અને ફેન્સ પણ ચકિત રહી ગયા છે. મોટી મોટી હસતીઓ પણ આ અંગે સંડોવાઈ ગઈ છે અને હજુ પણ કેટલાય પર ધરપકડની તલવાર લટકી રહી છે. ત્યારે જુઓ કે એનસીબીએ અત્યાર સુધી કેવી કેવી કાર્યવાહી કરી છે અને કોણ ક્યાં સુઘી પહોંચ્યું છે.

-દીપિકા પાદુકોણ ગોવાથી મુંબઇ પહોંચી ગઈ છે. દીપિકા સાથે તેનો પતિ રણવીર સિંહ પણ છે. એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દીપિકા અને રણવીર લગભગ અડધો કલાક એરપોર્ટ પર રોકાયા હતા

-સારા અલી ખાન પહોંચી મુંબઈ
-26 સપ્ટેમ્બરે NCB કરશે પૂછપરછ
-ગોવાથી પરત ફરી સારા અલી ખાન
-રિયાના વકીલે આપ્યું નિવેદન
-રિયાના વકીલ સતિષ માનશિંદેએ આપ્યું નિવેદન
-રિયાએ કોઈનું પણ નામ નથી આપ્યું- સતિષ માનશિંદે
-તલોજા જેલ પહોંચી NCBની ટીમ
-શોવિક અને દીપેશની કરશે પૂછપરછ
-તલોજા જેલમાં બંધ છે શોવિક અને દીપેશ
-સિમોન ખંબાટાની પૂછપરછ પૂર્ણ
-NCB ઓફિસથી નિકળી સિમોન ખંબાટા
-4 કલાક સુધી NCB દ્વારા કરવામાં આવી પૂછપરછ
-સારા અલી ખાન પણ ગોવાથી મુંબઈ આવવા રવાના
-સારા અલી ખાનની પણ ડ્રગ્સ મામલામાં કરવામાં આવશે પૂછપરછ
-સારા અલી ખાનને પણ NCB દ્વારા પાઠવવામાં આવ્યું છે સમન્સ
-દીપિકા પાદુકોણ ગોવાથી રવાના થઈ
-ગોવાથી મુંબઈ આવવા નીકળી દીપિકા પાદુકોણ
-ચાર્ટર્ડ વિમાનથી પરત આવશે દીપિકા પાદુકોણ
-કાલે ડ્રગ્સ મામલામાં કરવામાં આવશે પૂછપરછ
-NCB દ્વારા પાઠવવામાં આવ્યું છે સમન્સ
-NCBની ટીમ પહોંચી રકુલ પ્રીત સિંહના ઘરે
-ડ્રગ્સ કેસમાં રકુલ પ્રીત સિંહની થશે પૂછપરછ
-NCB દ્વારા પાઠવવામાં આવ્યું સમન્સ
-પૂછપરછથી દૂર ભાગી રહી હતી રકુલ પ્રીત સિંહ
-અબીગૈલ અને સનમના ઘરેથી મળી આવ્યું ડ્રગ્સ
-ડ્રગ્સ મળતાં આજે ફરી પૂછપરછ માટે બોલાવશે

 

હાલમાં જ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે એનસીબી દ્વારા ડ્રગ્સ કેસમાં ‘ધર્મા પ્રોડક્શન’ના એક ડાયરેક્ટરને સમન્સ મોકલવામાં આવ્યું છે. ડાયરેક્ટર ‘ક્ષિતિજ પ્રસાદ’ને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું છે. બોલિવૂડ ડ્રગ્સ કનેક્શનને લઈને NCB ફુલ એક્શનમાં છે. બુધવારે સમન્સ મળ્યા પછી ફેશન ડિઝાઈનર ‘સિમોન ખંબાટા’ ગુરુવારે સવારે પૂછપરછ માટે એનસીબી ગેસ્ટ હાઉસ પહોંચી છે. જ્યારે ‘રકુલ પ્રીત સિંહ’ને સમન્સ મોકલવામાં આવ્યું હતું. પરંતુ તેમની ટીમ દ્વારા સમન્સ ન મળ્યાનો દાવો કર્યો છે. જેના કારણે ‘રકુલ પ્રીત’ હજુ સુધી એનસીબી ઓફિસ પહોંચી નથી. એનસીબી ‘જયા સાહા’ અને ‘શ્રુતિ મોદી’ની પણ પુછપરછ કરી રહી છે. બુધવારે એનસીબી દ્વારા પાંચ સેલિબ્રિટીઓને સમન્સ મોકલવામાં આવ્યું હતું. 26 સપ્ટેમ્બરે ‘દીપિકા પાદુકોણ’ અને હવે તેની સાથે ‘રકુલ પ્રીત સિંહ’ની પૂછપરછ કરવામાં આવશે. દીપિકા પાદુકોણે ગોવામાં છે અને તે આજે પ્રાઈવેટ પ્લેન દ્વારા મુંબઈ પહોંચશે.

ટીવી સેલિબ્રિટી સનમ જૌહર અને અબિગૈલ પાંડેની ફરી પૂછપરછ

શ્રુતિ મોદી પણ એનસીબી ઓફિસ પહોંચી ગઈ છે. સાથે જ બુધવારે પછી ગુરૂવારે ફરી એક વાર ટીવી સેલિબ્રિટી સનમ જૌહર અને અબિગૈલ પાંડે એનસીબી ઓફિસ પહોંચી ચૂક્યા છે. બંનેએ બુધવારની પૂછપરછમાં કેટલાક મહત્વના ખુલાસાઓ કર્યા છે. જેના પછી મુંબઈમાં સવારથી જ એનસીબી દ્વારા છાપામારી કરવામાં આવી રહી છે. એવામાં બંનેને ગુરુવારે ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ફરી પૂછપરછ કરવામાં આવી રહી છે. સનમ અને અબિગૈલનું નામ પેડલર અનુજ કેશવાનીએ પૂછપરછમાં લીધુ હતું.

રકુલ પ્રીત બહાના બનાવી રહી છેઃ NCB

એનસીબીની ટીમ રકુલ પ્રીત સિંહની વિરૂદ્ધ કડક વલણ અપનાવવામાં આવી રહ્યુ છે. એનસીબીનું કહેવું છે કે રકુલ પ્રીતના સંપર્ક કરવાના કેટલાક પ્રયત્નો કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ જો ગુરુવારે પૂછપરછ માટે ન પહોંચે તો તેમના માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. તેના પાસે છુપાવવા જેવું કંઈ ન હોય તો તેને તપાસમાં સહયોગ કરવો જોઈએ. એનસીબીનું કહેવું છે કે એવું લાગી રહ્યું છે કે રકુલ પ્રીત બહાના બનાવી રહી છે. નિયમો અનુસાર જો રકુલ પ્રીત ગુરુવારે ન પહોંચે તો તેમને ફરી સમન્સ મોકલવામાં આવશે. પરંતુ તેની સાથે તેના પરની શંકા પણ વધી જશે. કે તેણે તપાસમાં મદદ પહેલા પોતાની ડ્રગ્સ લિંક્સને છુપાવવાની કોશિશ તો નથી કરી રહી.

NCBની રડાર પર 50 સેલિબ્રિટીઓ 

મળતી માહિતી મુજબ ડ્રગ્સ રેકેટમાં એનસીબીની રડાર પર 50 ફિલ્મી કલાકાર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર છે. તેમાં કેટલાક B ગ્રેડ ફિલ્મો સાથે પણ જોડાયેલા છે. એનસીબીના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોલિવૂડમાં ડ્રગ્સનું મોટું નેટવર્ક છે અને તેની સંખ્યા 50 કરતા પણ વધારે છે. તેમાં કેટલાક એ ગ્રેડના અભિનેતા, પ્રોડ્યુસરના નામ સામેલ છે. એનસીબી પેડલર્સની પૂછપરછના આધારે આ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ બધાની વિરૂદ્ધ શરૂઆતમાં પૂરાવાઓ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. જેના પછી દરેકને સમન્સ મોકલવામાં આવશે.

આ વીડિયો પણ જુઓ ઃ કોરોનાને લીધે ઉદ્યોગકારોમાં ચિંતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન