Bollywood Nora fatehi bold figure shown in skin fitting dress, pics viral
  • Home
  • Featured
  • નોરાએ સ્કિનફિટ બ્લેક ડ્રેસમાં બતાવ્યું હૉટ ફિગર, તસવીરો થઇ રહી છે વાયરલ

નોરાએ સ્કિનફિટ બ્લેક ડ્રેસમાં બતાવ્યું હૉટ ફિગર, તસવીરો થઇ રહી છે વાયરલ

 | 9:15 am IST

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા , રકુલ પ્રીત સિંહ, તારા સુતારિયા અને રિતેશ દેશમુખ સ્ટારર ફિલ્મ મરજાવાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મની સ્પેશ્યિલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. આ સ્ક્રીનિંગમાં બોલિવૂડના સ્ટાર્સ હાજર રહ્યા હતા. પરંતુ લાઇમલાઇટ ઇન્ડસ્ટ્રીની દિલબર ગર્લ નોરાએ છીનવી લીધી. સ્ક્રીનિંગમાં નોરાનું બોલ્ડ લુક જોવા મળ્યું.

લુકની વાત કરીએ તો નોરા બ્લેક કલરના સ્કિનફિટ ડ્રેસમાં જોવા મળી. આ ડ્રેસમાં તેનું કિલર ફિગર ફ્લોન્ટ કરતી નજરે પડી રહી છે. તેની સાથે મિનિમલ મેકઅપ, ન્યૂડ લિપસ્ટિક નોરાના લુકને પરફેક્ટ બનાવી રહી છે. ફુટવેરની વાત કરીએ તો તેને બ્લેક હીલ્સ પહેરી છે. નોરાએ મરજાવાં ફિલ્મના ડાયરેક્ટર મિલાપ ઝવેરી સાથે પોઝ આપ્યા છે. જણાવી દઇએ કે આ ફિલ્મમાં નોરાનું એક આઇટમ નંબર પણ છે. નોરાએ સોન્ગ એક તો કમ જિન્દાગાની પર હોટ મૂવ્સથી ફેન્સને દીવાના બનાવ્યા હતા. આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન