રાજકુમાર રાવનો ગર્લફ્રેન્ડ સાથેનો Video Viral - Sandesh
  • Home
  • Entertainment
  • રાજકુમાર રાવનો ગર્લફ્રેન્ડ સાથેનો Video Viral

રાજકુમાર રાવનો ગર્લફ્રેન્ડ સાથેનો Video Viral

 | 1:51 pm IST

બોલિવૂ઼ડ અભિનેતા રાજકુમાર અને તેમની ગર્લફ્રેન્ડ પત્રલેખા હાલ બેંગકોકમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે. બન્ને સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને સતત તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. આ વર્ષે પત્રલેખા અને રાજકુમાર એક સાથે એકતા કપૂરની વેબ સીરિઝ ‘બોસ:ડેડ/અલાઇવ’માં નજરે પડ્યા હતા. આ સીરિઝમાં રાજકુમારની એક્ટિંગના ઘણાં વખાણ કરવામાં આવ્યા હતા.

જોકે હાલ બન્ને તેમના કામથી બ્રેક લઇને રજા એન્જોય કરી રહ્યા છે. હાલમાં રાજરકુમારે પત્રલેખા સાથે ડાન્સનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં પત્રલેખા અને રાજકુમાર રાવ અમિતાભ બચ્ચનના ગીત ‘જુમ્મા-ચુમ્મા’ પર ડાન્સ કરી રહ્યા છે.


આ વર્ષે રાજકુમાર રાવની 6 ફિલ્મ રિલીઝ થઇ અને દરેક ફિલ્મો માટે તેમના વખાણ કરવામાં આવ્યા છે. એટલું જ નહી આ વર્ષે રાજકુમારને ઘણા એવોર્ડ્સથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પત્રલેખા અને રાજકુમાર રાવે ફિલ્મ ‘સિટીલાઇટ્સ’માં પણ સાથે કામ કર્યું છે.