as one of the tallest leaders of India Bollywood remembers goa cm
  • Home
  • Entertainment
  • Bollywood
  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધન પર બોલીવુડે પાઠવી શ્રદ્ધાંજલિ

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધન પર બોલીવુડે પાઠવી શ્રદ્ધાંજલિ

 | 5:55 pm IST

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે નિધન થયુ હતુ. મનોહર પર્રિકર લાંબા સમયથી અંડાશયના કેંસરથી પીડિત હતા. તેમની સારવાર દેશ વિદેશમાં કરવામાં આવી હતી. છેવટે તેઓ બીમારી સામે લડી શક્યા ન હતા. તેઓએ 63 વર્ષની ઉંમરે પોતાના નિવાસે અંતિમ શ્વાસ લીધા હતા.

મનોહર પર્રિકરના નિધનના સમાચાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને આપ્યા હતા. આ સમાચાર મળતાની સાથે જ સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત દેશના તમામ નેતાઓએ તેમના નિધન પર શોક પ્રકટ કર્યો હતો.

મનોહર પર્રિકરના નિધન પર બીગબી અમિતાભ બચ્ચને શોક વ્યક્ત કર્યો હતો.

મહાનાયકે ટ્વીટ કરીને કહ્યુ કે ગોવાના CM મનોહર પર્રિકરનુ દુખદ નિધન. એક સૌમ્ય અને સરળ સ્વભાવના સન્માનિત વ્યક્તિએ પોતાની ગંભીર બીમારી સામે લાંબા સમય સુધી ટક્કર જીલી હતી.

કેટલોક સમય તેમની સાથે સમય વિતાવવાનું સૌભાગ્ય મળ્યુ તેમના ચહેરા પર હંમેશા હાસ્ય રહેતુ હતુ. તેમના નિધનના સમાચારથી ખુબજ દુખ થયુ. અમિતાભ બચ્ચને એક તસવીર શેર કરી તેમની સાથે વિતાવેલા પલોને યાદ કર્યા હતા.

મનોહર પર્રિકર માર્ચ 2017માં રક્ષા મંત્રીનું પદ છોડીને ચોથીવાર ગોવાના મુખ્યમંત્રી બન્યા હતા. ભારતીય રાજનીતિમાં મનોહર પર્રિકરની ઓળખાણ મિસ્ટર ક્લીન તરીકે જાણીતી હતી.

ખુબજ સરળ સ્વભાવના ખુબજ સાદગીથી જીવન જીવનારા મનોહર પર્રિકર હંમેશા જનતાની સાથે જોડાવામાં માનતા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખુબજ નજીક માનવામાં આવતા મનોહર પર્રિકરનો જન્મ 13 ડિસેમ્બર 1955માં માપુસામાં થયો હતો. મનોહર પર્રિકરનું આખુ નામ મનોહર ગોપાલકૃષ્ણન પ્રભુ પર્રિકર હતુ. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે ભારતીય રાજનીતિમાં બહુ ઓછા લોકો ભણેલા ગણેલા હોય છે. મનોહર પર્રિકરે 1978માં IIT મુંબઈમાં ગ્રેજ્યુએશન કર્યુ હતુ. મનોહર પર્રિકર એવા પહેલા વ્યક્તિ હતા જેઓ ભારતના કોઈ રાજ્યના મુખ્યમંત્રી હોય જેમણે IIT માં ગ્રેજ્યુએશન કર્યુ હોય.

મનોહર પર્રિકરને અક્ષય કુમાર, સંજય દત્ત, રીતેશ દેશમુખ, મધૂર ભંડારકર, રણદીપ હૂડા, અનુપમ ખેર, માધવને ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન