Bollywood rishi kapoor once slapped actor ranbir kapoor
  • Home
  • Entertainment
  • Bollywood
  • નાના બાળકને પણ ખબર હોય એવી ભૂલ કરી નાંખી રણબીરે, ઋષિ કપૂરે ગુસ્સે થઈને લાફો ઝીંક્યો’તો!

નાના બાળકને પણ ખબર હોય એવી ભૂલ કરી નાંખી રણબીરે, ઋષિ કપૂરે ગુસ્સે થઈને લાફો ઝીંક્યો’તો!

 | 10:50 am IST

બોલિવૂડ એક્ટર રણબીર કપૂરના જીવનની કહાની કોઈ ફિલ્મી કહાનીથી કંઈ ઓછી નથી. તેના જીવનમાં એવા કેટલાય ઉતાર ચઢાવ આવ્યા છે કે, જેના પર આવતા સમયમાં કદાચ ફિલ્મ પણ બની શકે. તેની ફેમિલી લાઈફ પણ એટલી જ રસપ્રદ છે. એક ઈન્ટરવ્યૂમાં રણબીર કપૂરે જણાવ્યું હતું કે, એની એક હરકતના કારણે એક વખત પિતા ઋષિ કપૂરે એક લાફો મારી દીધો હતો.

આમ પણ બધા જાણે જ છે કે, ઋષિ કપૂર થોડો ગુસ્સાવાળા સ્વભાવ ધરાવે છે. તેના આ ગુસ્સાના કારણે ઋષિ કપૂર ઘણી વખત ચર્ચામાં પણ આવ્યા છે. રણબીર સાથે પણ એક વખત થોડી બબાલ થઈ ગઈ હતી. બન્યું એવું કે, રણબીર કપૂરના ઘરે પૂજા હતી, અને રણબીર કપૂરને ખબર નહોતી કે પૂજા કરવાના સ્થાને ચપ્પલ પહેરીને ન જવાનું હોય. તો જેવી બાળકોની ભૂલ થાય એવી ભૂલ થઈ ગઈ.

રણબીરની આ હરકત પર ઋષિ કપૂરને ગુસ્સો આવ્યો અને તેણે જોરદાર એક લાફો મારી દીધો. રણબીરને આ કિસ્સો આજે પણ યાદ છે અને ઋષિ કપૂર માટે જીવનના યાદગાર કિસ્સામાંનો આ એક કિસ્સો છે. ઉલ્લેખનીય છે કે રણબીર કપૂર જલ્દી જ આલિયા સાથે બ્રહ્માસ્ત્રમાં જોવા મળવાનો છે.

આ વીડિયો પણ જુઓ: સુરેન્દ્રનગરમાં ગરીબ લોકો સાથે સરકારની મજાક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન