Bollywood Saira Bano, wife of Dilip Kumar, has taken a bigger explanation
  • Home
  • Entertainment
  • Bollywood
  • દિલીપ કુમારના સ્વાસ્થ્યને લઇને પત્ની સાયરા બાનોએ કર્યો મોટો ખુલાસો

દિલીપ કુમારના સ્વાસ્થ્યને લઇને પત્ની સાયરા બાનોએ કર્યો મોટો ખુલાસો

 | 9:38 am IST

બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને અચાનક થયેલા છાતીમાં દુખાવાને કારણે શુક્રવારે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેમના સ્વાસ્થ્યથી જોડાયેલી ખબર તેમની પત્ની સાયરા બાનો સતત ફેન્સ સાથે શેર કરી રહી છે.

દિલીપ કુમારના સ્વાસ્થ્યને લઇને તેમણે કહ્યું કે મેડિકલ રિપોર્ટમાં હળવા ન્યુમોનિયાના લક્ષણ જોવા મળ્યા હતા. જ્યારે હાલમાં જ દીલીપ કુમારના સ્વાસ્થ્યથી જોડાયેલી નવી અપડેટ આવી છે. જેમા તેમના સ્વાસ્થ્યને પહેલાથી સારું છે તેમ જણાવ્યું છે.

સાયરા બાનોએ કહ્યું છે કે દિલીપ સાહેબને છાતીમાં ઇન્ફેક્શનની સમસ્યામાં થોડીક રાહત મળી છે. સારા મેડીકેશનના કારણે સુધારો થયો છે. પરંતુ હજૂ થોડોક સમય લાગી શકે છે. તમે દરેક લોકો તેમના માટે આજ રીતે પ્રાર્થના કરતા રહો અને જેને લઇને તમારા લોકોનો આભાર વ્યક્ત કરુ છું.

ઉલ્લેખનીય છે કે ગત કેટલાક વર્ષથી દિલીપ કુમારની તબિયત સારી નથી. જેના કારણે સાયરા બાનો પડછાયાની જેમ તેમની સાથે રહે છે. જણાવી દઇએ કે દિલીપ કુમારનો જન્મ પેશાવરમાં 11 ડિસેમ્બર, 1922એ થયો હતો. તેમણે તેમના ફિલ્મી કરિયરની શરૂઆત દેવિકા રાનીની ફિલ્મ જ્વાર ભાટા 1944માંથી કરી હતી.