bollywood salman khan and ayush sharma film antim the-final truth promotion actor spotted
  • Home
  • Entertainment
  • Bollywood
  • Video: સલમાન ખાને ટી-શર્ટને બનાવી દીધું માસ્ક, લોકોએ કહ્યું…

Video: સલમાન ખાને ટી-શર્ટને બનાવી દીધું માસ્ક, લોકોએ કહ્યું…

 | 9:09 am IST
  • Share

  • સલમાનની અંતિમ- દ ફાઈનલ ટ્રૂથ થઈ રીલિઝ

  • સલમાનનો એક વીડિયો થઈ રહ્યો છે વાયરલ

  • સલમાન ટી-શર્ટને બનાવી રહ્યા હતા માસ્ક

સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ અંતિમ- દ ફાઈનલ ટ્રૂથ ગયા શુક્રવારે રીલિઝ થઈ હતી. ફિલ્મમાં સલમાન ખાન એક શીખ પોલિસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળ્યા છે. સલમાન- આયુષના કામના લોકો વખાણ પણ કરી રહ્યા છે. આ સમયે સલમાનનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બોલિવૂડનો દબંગ હીરો અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સલમાને માસ્કને બદલે ટી શર્ટને માસ્ક બનાવી લીધું છે.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ફેન્સને ગમ્યો સલમાનનો અલગ અંદાજ

આ વીડિયો પૈપરાજી વિરલ ભાયાણીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. સલમાન ખાનને મહેબૂબ સ્ટૂડિયોની બહાર સ્પોટ કરાયો હતો. જ્યારે સ્ટૂડિયોની બહાર નીકળી રહ્યો હતો તો તેને અફસોસ રહ્યો કે બહાર મીડિયાના કેમેરા તેની રાહ જોઈ રહ્યા છે. સ્ટૂડિયોથી બહાર નીકળતી સમયે તેઓએ ટી- શર્ટથી મોઢું ઢાંકી લીધું હતું. આ પછી તેઓએ મીડિયાની સામે પોઝ આપ્યા. જ્યારે આ વીડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ થયો તો જોત જોતામાં જ વાયરલ થયો, ભાઈનો આ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે. ફેન્સ પણ સ્ટારના આ વીડિયો પર રમૂજી કમેન્ટ્સ કરી રહ્યા છે.

 

સલમાન વધુ યુવાન થઈ રહ્યા છેઃ ફેન

સલમાન ખાન આ વીડિયોમાં વધારે હેન્ડસમ લાગી રહ્યા છે. તેમને જોઈને લાગી રહ્યું છે કે તે હજુ પણ 30 વર્ષના છે. લાગી રહ્યું છે કે તેઓએ વધતી ઉંમર પર લગામ લગાવી છે. એવી કમેન્ટ એક સોશ્યલ મીડિયા યૂઝરે કરી છે. આ સાથે અન્ય એક યૂઝરે લખ્યું છે કે સલમાને અમૃત પી લીધું છે. તેની ઉંમર ઘટાડા સાથે વધી રહી છે. અન્ય યૂઝરે કમેન્ટ કરી કે કઈ ઘંટીનો લોટ ખાય છે કે 20 વર્ષના જુવાનિયાને પણ કોમ્પ્લેક્સ આપી શકે છે. તો એક ફેને વખાણ કરતાં લખ્યું કે સલમાન યંગ થતા જોવા મળી રહ્યા છે.

ફિલ્મ અંતિમ 26 નવેમ્બરે થઈ હતી રીલિઝ

સલમાન- આયુષ શર્માની ફિલ્મ અંતિમ હાલમાં 26 નવેમ્બરે રીલિઝ થઈ હતી. ફિલ્મને ભળતો રિસ્પોન્સ મળ્યો હતો. પહેલા દિવસે ફિલ્મની કમાણી આશાસ્પદ રહી નહીં. પણ વીકેન્ડમાં બિઝનેસમાં ઉછાળો જોવા મળ્યો હતો. આમ તો સલમાનના ફેન્સને તેમનું કામ પસંદ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કેટલાક ફેન્સે થિયેટરમાં ફટાકડા પણ ફોડ્યા પણ ફેન્સને આવું ન કરવાની સલમાને અપીલ કરી હતી. તો સાથે જ તે હાલમાં પણ ફિલ્મના પ્રમોશનમાં જોડાયેલા છે.

 

 

એક પછી એક 5 ફિલ્મો લાઈનઅપમાં

સલમાનની એક પછી એક 5 ફિલ્મો લાઈનઅપ છે. જે આવનારા 2 વર્ષમાં રીલિઝ થશે. તેમાં અનેક ફિલ્મોનું શૂટિંગ ખતમ થઈ ચૂક્યું છે તો અનેક ફિલ્મો ચાલી રહી છે. તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ ટાઈગર 3નું શૂટિંગ પણ પૂરું થઈ ચૂક્યું છે. આ પછી જલ્દી આ ફિલ્મનું પેકઅપ થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો