bollywood shilpa shetty share video about her hair cut affraid haridresser
  • Home
  • Entertainment
  • Bollywood
  • નવા હેઅરકટને લઈને શિલ્પાનો વીડિયો Viral: મારાથી વધારે હેઅરડ્રેસર ડરેલો હતો

નવા હેઅરકટને લઈને શિલ્પાનો વીડિયો Viral: મારાથી વધારે હેઅરડ્રેસર ડરેલો હતો

 | 7:10 pm IST
  • Share

  • નવા પ્રકારના હેઅરકટનો વીડિયો થઈ રહ્યો છે Viral
  • શિલ્પાના નવા હેઅરકટને લઈને ફેન્સ પણ ચોંક્યા
  • શિલ્પાએ માથાના નીચેના ભાગે કરાવ્યું મુંડન

 

બોલિવૂડની એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી તેના લૂકને લઈને ચર્ચામાં રહે છે. ફેશન સેન્સ અને સ્ટાઈલિશ આઉટફિટ્સથી ફેન્સને મોહી લે છે. હવે તેણે પોતાના વાળ સાથે એવું કર્યું છે કે જેને લઈને તે ફરી ચર્ચામાં છે. શિલ્પાએ સોમવારે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે જિમમાં જોવા મળી રહી છે અને વર્કઆઉટ શરૂ કરે છે. ફેન્સ તેને જોઈને ચોંકી જાય છે. તેણીએ માથાના નીચેના ભાગને મુંડન કરાવ્યું છે. આ વીડિયો પોતે જ પોસ્ટ કર્યો છે.

 

 

વીડિયો સાથેનું કેપ્શન પણ છે મજેદાર

આ કેવી રીતે થયું તે માટે વીડિયોની સાથે તેણીએ કેપ્શન લખ્યું છે કે મારાથી વધારે ડર હેઅરડ્રેસરને હતો. વીડિયોમાં તે ખુરશી પર બેઠી છે અને હેઅરડ્રેસર વાળ સેટ કરી રહ્યો છે. આ પછી તે ફરે છે અને જીભ દેખાડીને થમ્સ અપ પણ કરે છે. તેણે વીડિયોમાં લખ્યું છે કે જો તમે જોખમ લીધા વિના કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળવા ઈચ્છો છો તો તે શક્ય નથી. મારી નવી એરોબિક વર્કઆઉટ- ટ્રાઈવલ સ્કવાટ્સ, આ બધું લોઅર બોડી મસલ્સ, ખભા, હાથ પગનું કોઓર્ડિનેશન, સ્પીડ અને એગિલિટી પર નિર્ભર છે. ખાસ કરીને માઈન્ડ અને બોડી પર. કહેવાય છે કે ને કે કોશિશ નહીં તો કોઈ સફળતા નહીં. આ વીડિયોને અનેક લોકો પસંદ કરી રહ્યા છે અને સાથે કેટલાક લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો