બોલિવૂડ સિંગર આદિત્ય નારાયણની પોલીસે કરી ધરપકડ - Sandesh
NIFTY 10,452.25 +30.85  |  SENSEX 33,999.89 +81.95  |  USD 64.9575 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડ સિંગર આદિત્ય નારાયણની પોલીસે કરી ધરપકડ

બોલિવૂડ સિંગર આદિત્ય નારાયણની પોલીસે કરી ધરપકડ

 | 11:23 am IST

બોલિવૂડ સિંગર આદિત્ય નારાયણની પોલીસે ધરપકડ કરી છે. આ વખતે મુંબઈના વર્સોવા ખાતે આદિત્યની કારે એક રિક્ષાને અડફેટે લેતા તેમાં બેસેલ એક મહિલા અને રિક્ષા ચાલકને ઇજા પહોંચી હતી. આ મામલામાં પોલીસે આદિત્ય નારાયણ વિરૂદ્ઘ IPCની કલમ 279 અને 338 હેઠળ કેસ દાખલ કર્યો છે.

આદિત્ય થોડા સમય પહેલા ત્યારે ચર્ચમાં આવ્યો હતો જ્યારે તેણે એક ખાનગી એરલાઇન્સનાં કર્મચારી સાથે અભદ્ર વર્તન કરી ઝઘડી પડ્યો હતો. આદિત્યનો આ વીડિયો પણ મીડિયામાં આવ્યો હતો. આદિત્યએ ધમકી આપતા કર્મચારીને કહ્યું હતું કે,”મુંબઇ જઇને હું તને જોઈ લઇશ, તારી ચડ્ડી ઉતારી ના લઉં તો મારું નામ આદિત્ય નારાયણ નહીં” જો કે આ મામલામાં ગ્રાઉન્ડ સ્ટાફ પાસે માફી માંગી લીધી હતી, જેના પછી જ તેને તેને બોર્ડિંગ પાસ આપવામાં આવ્યો હતો.

એરલાઇન્સવાળી ઘટના બાદ શ્રુતિ વોઝાલા નામની એક યુવતીએ દાવો કર્યો હતો કે, આદિત્યને કોલેજ સમયે સિક્યોરિટી ગાર્ડસ સાથે અભદ્ર વર્તનનાં મામલામાં પણ સસ્પેન્ડ કરવામાં આવી ચૂક્યો છે. આ પહેલા વર્ષ 2011માં એક યુવતીએ આદિત્યને અભદ્ર કોમેન્ટ કરવાના આરોપસર એક થપ્પડ મારી દીધો હતો.