બોલિવૂડ ગાયિકા સુનિધિ ચૌહાણે પુત્રને જન્મ આપ્યો  - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડ ગાયિકા સુનિધિ ચૌહાણે પુત્રને જન્મ આપ્યો 

બોલિવૂડ ગાયિકા સુનિધિ ચૌહાણે પુત્રને જન્મ આપ્યો 

 | 4:10 am IST

બોલિવૂડની લોકપ્રિય ગાયિકા સુનિધિ ચૌહાણ સોનિકના ઘરે નવા વર્ષના પહેલા જ દિવસે ખુશખબર આવી છે. નવા વર્ષની શરૂઆતમાં જ સુનિધિને ત્યાં પહેલા સંતાન તરીકે બેબી બોયનો જન્મ થયો છે. મ્યુઝિક કમ્પોઝર હિતેશ સોનિકની પત્ની સુનિધિએ પહેલી જાન્યુઆરીએ મુંબઇની એક ખાનગી હોસ્પિટલમાં બેબી બોયને જન્મ આપ્યો છે. તબીબો મુજબ માતા અને પુત્ર બંનેની તબિયત સ્વસ્થ છે. સુનિધિની દેખરેખ કરતાં ડોક્ટર રંજના ધાનુએ જણાવ્યું હતું કે પહેલી જાન્યુઆરીએ સાંજે ૫.૨૦ વાગ્યે સુનિધિએ બેબી બોયને જન્મ આપ્યો છે. આ સુનિધિ અને હિતેશનું પહેલું સંતાન છે. ૧૩ વર્ષની વયે સુનિધિએ બોલિવૂડમાં ગાયિકા તરીકે ડેબ્યૂ કર્યું હતું.