Bollywood Star And Ex Super Model Is Master Mind In Drugs Racket
  • Home
  • Entertainment
  • Bollywood
  • ડ્રગ્સ કેસમાં આખા બોલીવુડમાં ભૂકંપ આવવાની તૈયારી, આ જાણીતો એક્ટર છે માસ્ટરમાઇન્ડ!

ડ્રગ્સ કેસમાં આખા બોલીવુડમાં ભૂકંપ આવવાની તૈયારી, આ જાણીતો એક્ટર છે માસ્ટરમાઇન્ડ!

 | 6:44 pm IST

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સના એન્ગલથી તપાસ કરી રહેલી એનસીબી બોલીવુડ ઇન્ડસ્ટ્રીના અનેક લોકો પર ગાળિયો કસતી જોવા મળી રહી છે. રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિકની ધરપકડ, ત્યારબાદ મોટી અભિનેત્રીઓની પૂછપરછ બાદ હવે આ કેસમાં એક મોટું નામ સામે આવી રહ્યું છે. બોલીવુડથી જોડાયેલા આ મોટા નામની જાણકારી એનસીબીના સૂત્રોએ આપી છે.

ડ્રગ્સ રેકેટની પાછળ જાણીતા બોલીવુડ એક્ટરનું માઇન્ડ

કહેવામાં આવી રહ્યું છે કે આ સંપૂર્ણ ડ્રગ્સ રેકેટની પાછળ બોલીવુડનો જાણીતો એક્ટર છે, જે આનો માસ્ટરમાઇન્ડ છે. આ ઉપરાંત આ એક્ટર વિશે અન્ય જાણકારી પણ સામે આવી છે. આ મામલે એનસીબી સૂત્રો પ્રમાણે સામે આવ્યું છે કે એનસીબીના હાથે એક મોટી જાણકારી લાગી છે, જે પ્રમાણે ડ્રગ્સ રેકેટની પાછળ જાણીતા બોલીવુડ એક્ટરનું માઇન્ડ છે. આ એક્ટર પહેલા સુપરમૉડલ પણ રહી ચુક્યો છે.

ડ્રગ્સ સપ્લાય કરનારા લોકો સાથે કનેક્શન

કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરવામાં આવેલા પેડલર્સે એનસીબીની સામે આ એક્ટરનું નામ લીધું છે. આ કેસમાં તપાસ કરી રહેલી એનસીબીને જાણવા મળ્યું છે કે ડ્રગ્સ રેકેટનો આ માસ્ટરમાઇન્ડ એક્ટર અનેક ડ્રગ્સ સપ્લાય કરનારા લોકો સાથે કનેક્શન રાખે છે અને ઇન્ડસ્ટ્રીના અનેક લોકોને આ ડ્રગ્સ પુરુ પાડે છે.

બોલીવુડના ત્રણ નામ S-R-Aને સમન્સ પાઠવી શકે છે

કહેવામાં આવી રહ્યું છે કે આ કેસમાં અત્યારે એનસીબી વધારે જાણકારી ભેગી કરી રહી છે. આ મામલે હજુ કોઈના નામની જાણકારી સામે આવી નથી. તો દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સાથે પૂછપરછમાં અનેક નવી જાણકારી મળી હતી. એનસીબી જલદી બોલીવુડના ત્રણ નામ S-R-Aને સમન્સ પાઠવી શકે છે. માનવામાં આવે છે કે આ ત્રણેયનું પૂછપરછમાં નામ સામે આવ્યું છે અને આમના પર પણ ગંભીર આરોપ લાગી શકે છે.

આ વિડીયો પણ જુઓ: બિલ્ડીંગના 9માં માળેથી પટકાતા મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન