Bollywood star Vivek Oberoi Home Searched As Cops for relative drugs case
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ડ્રગ્સ કેસ: મુંબઇમાં બોલિવુડ અભિનેતા વિવેક ઓબેરોયના ઘરે પડ્યા દરોડા

ડ્રગ્સ કેસ: મુંબઇમાં બોલિવુડ અભિનેતા વિવેક ઓબેરોયના ઘરે પડ્યા દરોડા

 | 2:24 pm IST
  • Share

બોલિવુડ એકટર વિવેક ઓબેરોય (Vivek Oberoi)ના ઘરે બેંગલુરૂ સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ (CCB)એ દરોડા પાડ્યા છે. વિવેકની પત્નીના ભાઇ આદિત્ય અલ્વા (Aditya Alva) બેંગલુરૂ ડ્રગ્સ કેસમાં આરોપી છે. પોલીસે તેની તપાસમાં વિવેકના મુંબઇ (Mumbai)ના ઘરે પણ દરોડા પાડ્યા છે. વિવેકનો સાળો આદિત્યની વિરૂદ્ધ કેસ નોંધાયા બાદથી તે ભાગેડુ છે. સીસીબી એ કોર્ટ વોરંટ લઇ વિવેદના ઘરે શોધખોળ કરી.

CCB એ આપ્યું આ સ્ટેટમેન્ટ

CCBની તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે કૉટનપેટ કેસમાં આદિત્ય અલવા ભાગેડુ છે. વિવેક ઓબેરોય તેનો સંબંધી છે, અમને માહિતી મળી હતી કે અલ્વા ત્યાં છે. આથી અમે ચકાસણી કરવા માંગતા હતા. તેના માટે કોર્ટમાંથી વોરંટ લાવ્યા હતા અને સીસીબીની ટીમ મુંબઇમાં તેમના ઘરે ગઇ હતી.

આપને જણાવી દઇએ કે સેંડલવુડ ડ્રગ્સ કેસમાં કેટલાંય મોટા નામ આવી ચૂકયા છે. તેમાં રાગિણી દ્વિવેદીનું નામ પણ છે. આદિત્યના ઘરે પણ સીસીબી ટીમ પહેલાં દરોડા પાડી ચૂકી છે.

ડ્રગ્સ કેસમાં ધરપકડ આરોપીએ કહ્યું હતું આદિત્યનું નામ

આપને જણાવી દઇએ કે હાઇ-ફાઇ ડ્રગ્સ કેસમાં કેટલાંય મોટા નામ સામે આવ્યા હતા. કેટલાંક પેડલર્સની પણ ધરપકડ કરાઇ હતી. ધરપકડ કરાયેલા આરોપીઓએ આદિત્ય અલ્વાનું નામ કહ્યું હતું.

આ વીડિયો પણ જુઓ : PM મોદીની સંપત્તિ 1 વર્ષમાં 36 લાખ વધી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન