Bollywood stars are spending their free time at home due to corona virus
  • Home
  • Corona live
  • Photos: કોરોનાને કારણે પોતાનાજ ઘરમાં ભરાઈ રહ્યાં છે કલાકારો, આ રીતે વિતાવી રહ્યા છે સમય

Photos: કોરોનાને કારણે પોતાનાજ ઘરમાં ભરાઈ રહ્યાં છે કલાકારો, આ રીતે વિતાવી રહ્યા છે સમય

 | 8:09 am IST

કોરોના વાયરસના આતંકે દુનિયાભરમાં કેટલાયે ક્ષેત્રોમાં લોકડાઉનમાં બદલાઇ ગયુ છે. સામાન્ય માણસ સાથે કેટલાયે સેલેબ્સ આ દરમિયાન સાવધાનીના પગલે ઘરમાં જ સમય વિતાવી રહ્યા છે. ફ્રી ટાઇમનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને કેટલીક રસપ્રદ વાતો સામે આવી રહી છે.

શ્રદ્ધા કપૂરે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ફ્રી ટાઇમમાં પુસ્તકો વાંચી રહે છે. શ્રદ્ધા બુકર વિજેતા પ્રખ્યાત લેખિકા અરૂંધતિ રોયનું પુસ્તક The Ministry of Utmost Happiness વાંચી રહી છે.

દીપિકા પાદુકોણ ફ્રી ટાઇમનો ફાયદો ઉઠાવી તેના વોર્ડરોબને સાફ કરી રહી છે. દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે કોરોના વાયરસના કારણે ખાલી સમયમાં મે સમયનો સદ્ઉપયોગ કર્યો છે. અર્જુન કપૂરે એક તસવીર શેર કરી છે જેમાં એકટ્રેસ રકુલપ્રીત સાથે નજર આવી હતી. રકુલે કહ્યું કે તે શૂટિંગને મિસ કરી રહી છે. સાથે સાથે આ વાયરસને ગંભીરતાથી લેવાની વાત કરી હતી.

શાહિદ કપૂર તેના જીમમાંથી કેટલાક સાધનો ઘરે જ લાવી અને વર્કઆઉટ કરી રહ્યો છે. તેની સાથે પત્ની મીરા કપૂર પણ ઘરમાં વર્કઆઉટ પર ફોકસ કરી રહી છે. જૈકલીન ફર્નાન્ડીઝ ખાલી સમયે યોગ કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર હોમ યોગા સેશન્સ શેર કરી રહી છે. જેકલીન તેના વીડિયો શેર કરતી રહે છે.

કરીના અને સૈફ અલી ખાન ફ્રી ટાઇમમાં રિલેક્સ થતી નજર આવી રહી છે. કરીનાએ એક તસવીર શેર કરી છે જેમાં જેમાં સૈફ પુસ્તકો વાંચી રહ્યો છે. અક્ષય કુમાર ખુબજ વ્યસ્ત રહે છે પણ કોરોનાના કારણે અક્ષયની ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ પાછી ઠેલાઇ છે. અને તેના બીજા પ્રોજેક્ટ પણ હાલ અટકેલા હોવાથી પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન