Bollywood celebs attend Judgemental Hai Kya screening
  • Home
  • Featured
  • PHOTOS: બહુ ચર્ચિત ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’ની સ્પેશિયલ સ્ક્રિનિંગમાં સિતારાઓનો મેળો જામ્યો

PHOTOS: બહુ ચર્ચિત ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’ની સ્પેશિયલ સ્ક્રિનિંગમાં સિતારાઓનો મેળો જામ્યો

 | 8:54 am IST

કંગના રનૌત અને રાજકુમાર રાવની બહુ ચર્ચિત ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’ની રિલીઝ પહેલા એક સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખવામાં આવી હતી. આ ખાસ મોકા પર બોલીવુડના સેલેબ્સ અલગ અલગ અંદાજમાં આવી પહોંચ્યા હતા. આ ફિલ્મ પહેલા જ વિવાદોમાં ફસાઈ ચુકી છે કંગના અને રાજકુમારની એક્ટિંગ જોવા તેના પ્રશંસકો આતુર છે.

‘જજમેન્ટલ હૈ ક્યા’ની સ્ક્રિનિંગ પર બોલિવુડની ખુબસુરત એકટ્રેસ જ્હાન્વી કપૂર પહોંચી હતી. જ્હાન્વીએ ફુલ ક્રોપ ટોપ અને હાઈ વેસ્ટ ચેક પેન્ટ્સ પહેર્યા હતા. એકટ્રેસ સ્વરા ભાસ્કર બેબી પિન્ક કલરનો શોર્ટ ડ્રેસ પર મેચિગ જેકેટ પહેરી આવી હતી.

સોનલ ચૌહાણ સ્પોર્ટી લુકમાં નજર આવી હતી. ટીવીથી ફિલ્મોમાં આવેલી રાધિકા મદાન પણ આવી પહોંચી હતી. અનિલ કપૂરની પુત્રી અને પ્રોડ્યુસર રિયા કપૂર સ્ક્રિનિંગમાં હાજર રહી હતી. ફિલ્મમાં રાજકુમાર રાવની પત્નીની ભૂમિકામાં ચમકતી અમાયરા દસ્તુર સ્ક્રિનિંગમાં ખુબસુરત લાગતી હતી. ફિલ્મમાં અમૃતા પુરી પણ એક મહત્વનો રોલ નિભાવી રહી છે.

‘જજમેન્ટલ હૈ ક્યા’ની સ્પેશિયલ સ્ક્રિનિંગમાં એન્કર અને એક્ટર મનીષ પોલ પણ પહોંચ્યો હતો. એકટ્રેસ ભાગ્યશ્રીનો પુત્ર ‘મર્દ કો દર્દ નહીં હોતા’ ફિલ્મથી ડેબ્યુ કરનાર અભિમન્યુ દસાણી હાજર રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન