Bollywood Stars Including Salman Khan Attend Marriage Of Azhar Morani And Tanya Seth
  • Home
  • Featured
  • Photos: અઝહર મોરાનીનાં લગ્નમાં પહોંચ્યા સલમાન સહિતનાં સ્ટાર્સ, જોઇલો શાનદાર ફોટો

Photos: અઝહર મોરાનીનાં લગ્નમાં પહોંચ્યા સલમાન સહિતનાં સ્ટાર્સ, જોઇલો શાનદાર ફોટો

 | 11:20 am IST

બોલીવુડમાં લગ્ન સીઝન ચાલુ છે. સિનેયુગ એન્ટરટેઇનમેન્ટનાં ફાઉન્ડર મોહમ્મદ મોરાનીનાં દીકરા અઝહર મોરાની અને તાન્યા સેઠ લગ્નનાં બંધનમાં બંધાઇ ચુક્યા છે. આ લગ્નમાં બોલીવુડ સ્ટાર્સ હાજર રહ્યા હતા. સલમાન ખાન, રેખા, યૂલિયા વેંતૂર, સોનાક્ષી સિન્હા, ગુલશન ગ્રોવર અને જૂહી ચાવલા જેવા સ્ટાર્સ અઝહરનાં લગ્નમાં પહોંચ્યા હતા. સેરેમનીમાં રેખા હંમેશાની જેમ ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી હતી. તે ઘણી જ સુંદર લાગી રહી હતી. તેણે ઑરેન્જ અને પિંક કલરનાં આઉટફિટ પહેર્યા હતા. માથા પર લગાવેલી બિંદી તેમની સુંદરતાને વધારી રહી હતી.

યૂલિયા વંતૂર ગોલ્ડન કલરનાં શિમરી લહેંગામાં પહોંચી હતી. લૉન્ગ ઇયરિંગ તેના લૂકને કૉમ્પ્લિમેંટ કરી રહી હતી. ન્યૂડ કલરની ડ્રેસમાં સોનાક્ષી પણ ઘણી જ સુંદર લાગી રહી હતી. સલમાન ખાન પણ ઘણો જ હેન્ડસમ લાગી રહ્યો હતો. બ્લેક કલરનું શર્ટ અને જીન્સ તેના ઉપર જામી રહ્યું હતુ. એક્ટર સુરજ પંચોલી પણ આ લગ્નમાં હાજર રહ્યો હતો. તો ગ્રીન કલરનાં લહેંગામાં ઉર્વશી રૌતેલા પણ ઘણી જ આકર્ષક લાગી રહી હતી.

ઉલ્લેખનીય છે કે ગુરૂવારે અઝહર મોરાનીનાં દીકરાની સંગીત સેરેમની થઇ હતી. આ સેરેમનીને શાહરૂખ ખાને પોતાના ડાન્સથી સ્પેશલ બનાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન