Bollywood stars was present in delhi met narendra modi and took selfies
  • Home
  • Featured
  • Photos: PM મોદી સાથે બોલિવૂડના સિતારાઓનો લાક્ષણિક અંદાજ, સોશિયલ મીડિયા પર વાગ્યો ડંકો

Photos: PM મોદી સાથે બોલિવૂડના સિતારાઓનો લાક્ષણિક અંદાજ, સોશિયલ મીડિયા પર વાગ્યો ડંકો

 | 9:18 am IST

બોલિવુડ સાથે PM મોદીની તસવીરો સોશિયલ મીડિયા પર આવે તે કોઈ નવી વાત નથી. એમાય ખાસ કાર્યક્રમ હોય તો કહેવું જ શું. હાલ આવોજ એક કાર્યક્રમ PMના આવાસે લોક કલ્યાણ માર્ગ પર યોજાયો હતો જેમાં બોલિવુડ ઉમટી પડ્યું હતુ. તસવીરો સ્પષ્ટ કરે છે PM મોદી કેટલા ડાઉન ટુ અર્થ છે. તેમના ચહેરા પરનું સ્મિત એ વાતની ચાડી ખાય છે કે ગમે તેટલા વ્યસ્ત કાર્યક્રમમાં પણ તેઓ તમામ લોકો સાથે ખુલીને હળીભળી જાય છે. તેમના આતિથ્ય સત્કારના કિસ્સાઓ જાણીતા છે.

મહાત્મા ગાંધીની 150મી વર્ષગાંઠના કાર્યક્રમમાં બોલિવુડના સિતારાઓ ઉમટી પડ્યા હતા. આમિર ખાન, શાહરૂખ ખાન આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા. શાહરૂખ ખાને ટ્વિટ કરીને PM મોદીનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. શાહરૂખે ટ્વિટમાં લખ્યુ છે કે ધન્યવાદ નરેન્દ્ર મોદીજી અમને હોસ્ટ કરીને અને ચેન્જ વિથિન ધ મંચથી એક ઓપન ડિસ્કશનના સહારે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તેમના જીવન કવનથી દુનિયાને જે સંદેશ આપ્યો તે દુનિયામાં ફેલાવા માટે તમે જે મહત્વ પૂર્ણ ભૂમિકા નિભાવી તે માટે તમારો આભાર.

આમિર ખાન શાહરૂખ ખાને PM મોદી સાથે ખાસ તસવીરો શેર કરી હતી. આ કાર્યક્રમમાં એકતા કપૂર, જૈકલીન ફર્નાન્ડીઝ, અશ્વિની અય્યર તિવારી, કંગના રણૌત જેવા દિગ્ગજ કલાકારોએ સેલ્ફી લેવા પડાપડી કરી હતી.

આ કાર્યક્રમમાં સોનમ કપૂર, કંગના રણૌત, આમિર ખાન, શાહરૂખ ખાન, રાજકુમાર હિરાણી, આનંદ એલ રાય જેવા સિતારાઓ ચમક્યા હતા. ખાસ વાત એ છે કે સોનમ કપૂર અને કંગના રણૌત મીટૂ વિવાદ પછી પહેલી વાર એક સાથે મંચ શેર કરી રહી હતી.

ફિલ્મ દે દે પ્યાર દે ફેમ એકટ્રેસ રકુલ પ્રીત પણ આ ઇવેન્ટમાં હાજર રહી હતી. આ કાર્યક્રમમાં ખાસ તો PM મોદી સાથે એકટ્રેસ સોનમ કપૂર અને ડાયરેક્ટર આનંદ એલ રાયે વાતચીત કરી હતી.

કાર્યક્રમમાં આમિર ખાને પોતાનું મંતવ્ય રજૂ કરતા કહ્યું હતુ કે બાપૂના આદર્શને લોકપ્રિય કરવા માટે PM મોદીએ જે પગલું ઉઠાવ્યુ છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. રચનાત્મક દૃષ્ટીકોણથી જોવા જઈએ તો આપણે ઘણું ઘણું કરી શકીએ તેમ છીએ. હું મારા તરફથી PMને આશ્વાસન આપુ છુ કે અમારા તરફથી જે પણ થશે આ દિશામાં જરૂરથી સહયોગ આપીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન