પ્રિયા પ્રકાશ પર તેના જ હથિયારથી આ વ્યક્તિએ કર્યો વાર, વિડીયો વાઇરલ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • પ્રિયા પ્રકાશ પર તેના જ હથિયારથી આ વ્યક્તિએ કર્યો વાર, વિડીયો વાઇરલ

પ્રિયા પ્રકાશ પર તેના જ હથિયારથી આ વ્યક્તિએ કર્યો વાર, વિડીયો વાઇરલ

 | 2:26 pm IST

પ્રિયા પ્રકાશ વેરિયર ‘ઓરૂ અદાર લવ’નાં 26 સેકન્ડનાં વિડીયોથી પૉપ્યુલર થઇ ગઇ હતી. 26 સેકન્ડનાં એ વિડીયોમાં પ્રિયાનો અંદાજ અને આંખોનાં એક્સપ્રેશન લોકોને ઘણા જ પસંદ પડ્યા હતા. પ્રિયા પ્રકાશનો એક અન્ય વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે આંખો મટકાવી રહી છે અને તેને આનો જવાબ પણ મળી રહ્યો છે. આ વિડીયોમાં પ્રિયા પ્રકાશ અને એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે. આ વિડીયોમાં બંને એક બીજાની સામે આંખો મટકાવી રહ્યા છે.

 


આ વિડીયો ઘણો જ ફની છે. આ વિડીયો જોઇને તમને હસવું આવશે. વિડીયોમાં પ્રિયાનો અંદાજ હંમેશાની જેમ કમાલ છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરવામાં આવ્યો છે. ‘ઓરૂ અદાર લવ’ પ્રિયા પ્રકાશની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મનાં ગીત ‘મનિક્ય મલારાયા પૂવી’નાં વિડીયોમાં તે આંખોનાં ઇશારાઓથી પૉપ્યુલર બની હતી. આ વિડીયો ઘણો જ વાયરલ થયો હતો જેને લઇને પ્રિયા પ્રકાશ રાતોરાત પોપ્યુલર બની ગઇ હતી. તેની પૉપ્યુલારિટીનો અંદાજ તેના ઇન્સ્ટાગ્રામ પર થોડાક સમયમાં જ 54 લાખ ફૉલોઅર્સ છે તેનાથી પરથી લગાવી શકાય છે. પ્રિયા પ્રકાશ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે 8 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

પ્રિયા પ્રકાશ કેરલનાં ત્રિશૂરની છે અને તે ત્રિશૂરમાં આવેલી વિમલા કૉલેજમાં અભ્યાસ કરે છે.