બોલિવૂડના શમ્મી આન્ટીનું 89 વર્ષે નિધન, બિગ બીએ કરી ભાવુક ટ્વીટ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડના શમ્મી આન્ટીનું 89 વર્ષે નિધન, બિગ બીએ કરી ભાવુક ટ્વીટ

બોલિવૂડના શમ્મી આન્ટીનું 89 વર્ષે નિધન, બિગ બીએ કરી ભાવુક ટ્વીટ

 | 11:33 am IST

89 વર્ષિય દિગ્ગજ અભિનેત્રી શમ્મીનું અવસાન સોમવાર રાત્રે લાંબી બીમારી બાદ મુંબઇમાં થયુ. શમ્મીને હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના પ્રશંસકો શમ્મી આંટીના નામથી સંબોધિત કરતા હતા. તેમણે 200થી વધારે ફિલ્મો સિવાય દેખ ભાઇ દેખ, ‘જનાબ સંભાલ કે’, ‘શ્રીમાન શ્રીમતી’, ‘કભી યે કભી વો’, ‘ફિલ્મી ચક્કર’ જેવા ટીવી શોમા પણ કામ કર્યુ છે. છેલ્લી વાર તેઓ ફરાહ ખાન અને બોમન ઇરાનીની ફિલ્મ ‘શીરી ફરહાદ કી તો નિકલ પડી’માં નજર આવ્યા હતા. શમ્મી આંટીનું અસલ નામ ‘નરગિસ રાબદી’ હતું.

દનિયાને અલવિદા કહી ચૂકેલ શમ્મી આંટીને અમિતાભ બચ્ચને પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી આપી છે. તેમના નિધન પર ભાવુક થયેલા બિગ બીએ લખ્યું,”ખુબ જ સારા કલાકર, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વર્ષોથી યોગદાન આપી દુનિયાને અલવિદા કહી ગયા. તેમની તબિયત ખુબ લાંબા સમયથી ખરાબ હતી. દુખદ. ધીરે-ધીરે બધા જઇ રહ્યા છે”

તમને જણાવી દઇએ કે, શમ્મીએ મધુબાલા, નરગિસ, દીલિપ કુમાર જેવા દિગ્ગજ એક્ટર્સ સાથે કામ કર્યુ હતું. 18 વર્ષની ઉંમરમાં તેમણે ફિલ્મ ઉસ્તાદ પેડ્રોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમની યાદગાર ફિલ્મોમાં મલ્હાર, સંગદિલ, હાફ ટીકીટ, જબ જબ ફૂલ ખિલે, સજન, ઉપકાર, ઇત્તેફાક જેવી ફિલ્મો શામેલ છે.