Bollywwod Acress Disha Patani Celebrate her Birthday Today
  • Home
  • Featured
  • ‘સ્લો મોશન’ ગર્લ દિશાએ આ રીતે સેલિબ્રેટ કર્યો બર્થ ડે, જુઓ તેની ગ્લેમરસ તસવીરો

‘સ્લો મોશન’ ગર્લ દિશાએ આ રીતે સેલિબ્રેટ કર્યો બર્થ ડે, જુઓ તેની ગ્લેમરસ તસવીરો

 | 10:50 pm IST

બોલિવૂડ અભિનેત્રી દિશા પટનીનો આજે જન્મદિવસ છે. તે આજે 26મો બર્થ ડે મનાવી રહી છે. ટાઈગર શ્રોફથી લઈ કેટલાક અન્ય બોલિવૂડ સેલેબ્સે દિશા પટનીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વખતે દિશા પટનીએ તેના બર્થ ડે પાર્ટીને લઈ પહેલાથી જ તેના પ્લાન વિશે માહિતી આપી હતી. તેને કહ્યું હતું કે તે મિત્રો સાથે ડિનર પાર્ટીમાં જશે.

દિશાના બર્થ ડે પર ટાઈગર શ્રોફે પણ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં દિશા અને ટાઈગર બેફિક્રા ગીત પર રિહર્સલ કરી રહ્યા છે. જોકે આ બર્થ ડે પર દિશા ડિનર પાર્ટીની જગ્યાએ તેની અપકમિંગ મૂવીની શૂટિંગ કરી હોવાના સમાચાર મળ્યા છે. તે હાલ તેની આગામી ફિલ્મ ‘મંગલ’ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપૂર મુખ્ય ભૂમિકામાં છે. બર્થ ડે વિશે વાત કરતા દિશાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બર્થ ડે મનાવવો ખૂબજ અજીબ હોય છે. બર્થ ડે દિવસે તમને ઘણા લોકોના ફોન અને મેસેજ આવે છે. પરંતુ બીજા જ દિવસ બધું ફરી સામાન્ય થઈ જાય છે. જોકે બર્થ ડે વિશ માટે દિશાએ ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન્સનો આભાર માન્યો છે. આપને જણાવી દઈએ કે છેલ્લે દિશા અલી અબ્બાસ જફરની ફિલ્મ ‘ભારત’માં દેખાઈ હતી. આ ફિલ્મમાં તેના અપોઝિટ સલમાન ખાન મેન લીડ રોલમાં હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન