ભારતીય એપનું ધમાકેદાર ફિચર લોન્ચ, શાનદાર વીડિયો બનાવી કરો કમાણી

ઘરેલૂ શૉર્ટ વીડિયો એપ બોલો ઇન્ડિયા (bolo indya) એ બોલો-લાઇવની ઘોષણા કરી છે. બોલો-લાઇવ ફિચર રીયલ ટાઇમ ગેમિફિકેશનની સાથે આવે છે જેમા ઉપહાર આપવાનો વિકલ્પ હોય છે. આ ફિચર દ્વારા ક્રિએટર્સને તેમના ફોલોઅર્સ, કન્ટેંટ કોલિટી, એંગેજમેન્ટ વગેરેના આધારે પુરસ્કાર આપવામાં આવે છે.
ખાસ વાત એ છે કે, આ રિવોર્ડને બોલિયે ઇન્ડિયા પ્લેટફોર્મ પર રોકડમાં રિડીમ પણ કરી શકાય છે. કંપનીના દાવા અનુસાર બોલો-લાઇવ પોતાના સોફ્ટ લોન્ચ દરમિયાન પહેલા જ એક લાખ માસિક માઇક્રો ટ્રાંજેક્શનને પાર કરી ચૂક્યું છે.
બોલો ઇન્ડિયા પ્લેટફોર્મ પર વર્તમાનમાં 28.50 લાખથી વધારે યૂઝર છે. બોલો ઇન્ડિયા 14 ભાષાઓમાં ઉપલબ્ધ છે. પોતાના નવા ફિચર્સથી કંપનીને આશા છે કે, ડિસેમ્બર 2021 સુધી તેમના ક્રિએટર્સની આવર 300 ટકા સુધી વધી જશે.
બોલો-ઇન્ડિયાના ભાગ રૂપે ક્રિએટર્સ પાસે હવે લાઇવ જવા માટે એક સ્ટ્રીમિંગ ફિચર્સ હશે, જેથી તેઓ પોતાના ટેલેન્ટની સાથે પોતાની પસંદની ભાષાવાળા યૂઝર્સ સાથે વધારેમાં વધારે જોડાઇ શકે. ઉપયોગકર્તા પોતાના પસંદગીના ક્રિએટર્સને 10 રૂપિયાના વર્ચૂઅલ ગુલાબથી લઇ 1000 રૂપિયા સુધીની ભેટ મોકલી શકે છે જેને ક્રિએટર્સ રોકડમાં કન્વર્ડ કરી શકે છે.
બોલો લાઇવ માટે ટ્રેંડિગ કેટેગરીમાં મનોરંજન, ફિટનેસ, કોમેડી, ફેશન અને લાઇફસ્ટાઇલની સાથે ભાષા શીખવાનું પણ સામેલ છે. લાઇવ પ્રસારણ દરમિયાન એવરેજ ટ્રાંજેક્શન 20-25 રૂપિયાથી શરૂ થાય છે અને પ્રત્યેર લાઇવ માટે 100થી વધુ માઇક્રો ટ્રાંજેક્શન થઇ રહ્યા છે.
લોન્ચ પર ટિપ્પણી કરતા, વરૂણ સક્સેના, સંસ્થાપક અને સીઇઓ બોલો ઇન્ડિયાએ કહ્યું,’અમે મોટા ડેટા અને આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ (AI) ટેકનોલોજીવાળા મંચનું નિર્માણ કરવા માટે એક મિશન પર છીએ જે દરેક મામલામાં પોતાના ફોલોઅર્સની સાથે કન્ટેન્ટ ક્રિકેટર્સને જોડાવવામાં મદદ કરે છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન