રાજકોટ: એરપોર્ટ પર સવારે ફોન આવ્યો કે બોંબ મુકાયો છે, મોકડ્રીલ સફળ - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટ: એરપોર્ટ પર સવારે ફોન આવ્યો કે બોંબ મુકાયો છે, મોકડ્રીલ સફળ

રાજકોટ: એરપોર્ટ પર સવારે ફોન આવ્યો કે બોંબ મુકાયો છે, મોકડ્રીલ સફળ

 | 10:40 pm IST

રાજકોટ એરપોર્ટ પર સલામતી એજન્સીઓ કેટલી એલર્ટ છે તે જાણવા માટે વર્ષ દરમિયાન એરપોર્ટ પર મોકડ્રીલ યોજવામાં આવતી હોય છે અને તેમાં સલમાતી સ્ટાફની એલર્ટનેસની ચકાસણી કરવામાં આવતી હોય છે ત્યારે આવી જ એક મોકડ્રીલ આજે રાજકોટ એરપોર્ટ પર યોજવામાં આવી હતી અને એરપોર્ટ પર બોંબ મુકાયાના મેસેજથી પોલીસ,સીઆઈએસએફની ટીમો ડોગ સ્કવોર્ડ અને બોંબ ડીસ્પોઝેબલ ટીમો તુરંત દોડી ગઈ હતી અને પ્રસ્થાન કક્ષમાંથી બોંબ મળી આવતા તેને ડીસ્ફયુઝ કરવામાં આવ્યો હતો.

રાજકોટ એરપોર્ટ પર આજે સવારે ૧૦/૧૩ મીનીટે ફોન આવ્યો હતો કે એરપોર્ટમાં બોંબ મુકવામાં આવ્યો છે અને આ ફોનના આધારે સીઆઈએસએફ,પોલીસ,ડોગ સ્કવોર્ડ તથા બોંબ ડીસ્કપોઝેબલ સ્કવોર્ડની ટીમો માત્ર બે મીનીટમાં એરપોર્ટ પર પહોચી ગયા હતા અને સમગ્ર એરર્પેર્ટ બિલ્ડીંગને ઘેરી લેવામાં આવ્યું હતું અને ડોગ સ્કવોર્ડના સ્ટાફ દ્વારા તુરંત બિલ્ડીંગના ખુણે-ખુણે છાનબિન હાથ ધરી હતી અને બાદમાં પ્રસ્થાન કક્ષમાંથી બોંબ મળી આવતા તેને ડીસ્ફયુઝ કરી નાખવામાં આવ્યો હતો.

આ મોકડ્રીલમાં એમ્બ્યુલન્સ,ડોકટરોની ટીમો,ક્રાઈમ બ્રાંચ,એસ.ઓ.જી.સહિતની ટીમો સમયસર દોડી આવી હતી.બોંબ ડીસ્પોઝ કરવામાં આવ્યા બાદ બધાએ રાહતનો શ્વાસ લીધો હતો