નેપાળમાં ભારતીય દુતાવાસની બહાર બોમ્બ બ્લાસ્ટ - Sandesh
  • Home
  • World
  • નેપાળમાં ભારતીય દુતાવાસની બહાર બોમ્બ બ્લાસ્ટ

નેપાળમાં ભારતીય દુતાવાસની બહાર બોમ્બ બ્લાસ્ટ

 | 11:19 am IST

નેપાળમાં ભારતીય દૂતાવાસ ઓફિસ બહાર સોમવારે રાત્રે બોમ્બ વિસ્ફોટ થયો છે. જોકે, વિસ્ફોટમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ કાઠમંડુ પોસ્ટ મુજબ, ઓફિસની દિવાલને નુકસાન થયું છે.

વિસ્ફોટ જે જગ્યા પર થયો છે તે દિવાલને થોડું નુકસાન થયું છે, પોલીસે જણાવ્યુ છે કે વિસ્ફોટના આરોપીઓને શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે.

તપાસ અધિકારીઓને નેતા બિક્રમ ચાંદની સામ્યવાદી પાર્ટી ઓફ નેપાળના કાર્યકરોનો આ વિસ્ફોટમાં હાથ હોય તેવી એક શંકા છે. સામ્યવાદી પાર્ટી ઓફ નેપાળે બિરાતનગરમાં સોમવારે હડતાળની જાહેરાત કરી હતી. વિસ્ફોટ પછી આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.