Bombay High Court Asked for The Answer To Raut On His Comment
  • Home
  • Featured
  • કંગનાને ‘હરામખોર’ કહેવું રાઉત માટે બન્યું મોટું સંકટ, લાલઘૂમ થયેલી હાઈકોર્ટે જાણો શું કહ્યું

કંગનાને ‘હરામખોર’ કહેવું રાઉત માટે બન્યું મોટું સંકટ, લાલઘૂમ થયેલી હાઈકોર્ટે જાણો શું કહ્યું

 | 3:30 pm IST

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતની ઑફિસ તોડવાના મામલે બૉમ્બે હાઈકોર્ટમાં તીખી ચર્ચા થઈ. કોર્ટ સુનાવણી દરમિયાન વિવાદાસ્પદ શબ્દ ‘હરામખોર’ પણ ગૂંજ્યો. આના પર કૉર્ટે કહ્યું કે સંજય રાઉતે એ જણાવવાનું રહેશે કે આ શબ્દ કોના માટે ઉપયોગ કર્યો હતો. કોર્ટ સુનાવણી 3 વાગ્યા સુધી ટળી ગઈ હતી. કૉર્ટે કંગના રનૌતના વકીલને બીએમસીની કાર્યવાહીથી જોડાયેલી ફાઇલ અને સંજય રાઉતના બંને ઇન્ટરવ્યૂની ક્લિપ લાવવા કહ્યું. આ પહેલા કંગનાની ઑફિસ તોડવાને લઇને બીએમસીના વકીલે કહ્યું કે, “કંગના કહે છે કે આ બધું તેની 5 સપ્ટેમ્બરવાળી ટ્વીટના કારણે થયું તો એ ટ્વીટ કયું હતુ તે કોર્ટમાં રજૂ કરવામાં આવે જેથી ટાઇમિંગ જાણી શકાય.”

સંજય રાઉતની ‘હરામખોર’વાળી વિડીયો ક્લિપ કોર્ટમાં બતાવી

કંગનાના વકીલે આના પર કહ્યું કે, “કંગનાએ સરકારની વિરુદ્ધ કેટલાક નિવેદનો આપ્યા હતા અને તેમના એક ટ્વીટ પર સંજય રાઉતની ઘણી જ તીખી પ્રક્રિયા આવી હતી. રાઉતે કહ્યું હતુ કે કંગનાને પાઠ ભણાવવો પડશે.” સાથે જ કોર્ટમાં કંગનાના વકીલ વિરેન્દ્ર સરાફે સંજય રાઉતના એ નિવેદની વિડીયો ક્લિપ પ્લે કરી જેમાં તેમણે ‘હરામખોર’ શબ્દ બોલ્યો હતો. આના પર સંજય રાઉતના વકીલે કહ્યું કે, “મારા ક્લાયન્ટે કોઈનું પણ નામ નથી લીધું.”

2 કરોડ રૂપિયાના વળતરની માંગ

કૉર્ટે રાઉતના વકીલ પ્રદીપ થોરાટને પૂછ્યું કે, “જો સંજય રાઉત કહી રહ્યા છે કે તેમણે કંગના માટે આ શબ્દનો ઉપયોગ નથી કર્યો, તો શું અમે આ નિવેદનને રેકૉર્ડ કરી શકીએ છીએ?” આના પર રાઉતના વકીલે કહ્યું કે, “હું આના પર પોતાનું એફિડેવિટ કાલે ફાઇલ કરીશ.” તો બીએમસીની સુનાવણી પર 2 કરોડના વળતરની માંગ પર કંગનાના વકીલે કહ્યું કે, “જે નુકસાન થયું છે તેનો હિસાબ કરીને જ આ નિર્ણય પર પહોંચ્યા છીએ. જો કૉર્ટ ઇચ્છે તો કોઈને પણ મોકલીને નુકસાનનો અંદાજો મેળવી શકે છે.”

કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકારની વચ્ચે ઘમાસાણ

સંજય રાઉતની બંને ઇન્ટરવ્યૂ ક્લિપ કૉર્ટમાં રજૂ કરવામાં આવશે, જેમાં રાઉત વાંધાજનક શબ્દો બોલી રહ્યા છે અને બીજામાં તેનો મતલબ સમજાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુશાંત કેસની વચ્ચે કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકારની વચ્ચે ઘણા સમયથી ખેંચતાણ જોવા મળી રહી છે. કંગનાએ અનેક મામલે મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી હતી, ત્યારબાદ બીએમસીએ તેની ઑફિસમાં ગેરકાયદેસર નિર્માણ નોટિસ આપી અને બીજા જ દિવસે ઑફિસ તોડી દીધી.

આ વિડીયો પણ જુઓ: રાજકોટમાં વધુ એક ઈન્જેક્શન કૌભાંડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન