તમારા લાઇફની 'સ્પેશિયલ વુમન'ને ફટાફટ બનાવીને ખવડાવો 'બોમ્બે વડા પાઉં' - Sandesh
 • Home
 • Food & Travel
 • તમારા લાઇફની ‘સ્પેશિયલ વુમન’ને ફટાફટ બનાવીને ખવડાવો ‘બોમ્બે વડા પાઉં’

તમારા લાઇફની ‘સ્પેશિયલ વુમન’ને ફટાફટ બનાવીને ખવડાવો ‘બોમ્બે વડા પાઉં’

 | 4:06 pm IST

સામગ્રી
પાઉં
2 વાટકી બાફેલા બટાકાનો માવો
1 ચમચો કોથમીર
2 તીખું લીલું મરચું
1 નાની ચમચી લાલ મરચું
1 નાની ચમચી ગરમ મસાલો
મીઠું
તેલ
1 ચમચી જીરું
2 વાટકી ચણાનો લોટ
પાણી
ચપટી સોડા

તવા પર ચટણી બનાવવા
તેલ
1 ચમચો શીંગદાણા+2 ચમચી તલ+1.5 ચમચી ગરમ મસાલો= પીસેલ પેસ્ટ
1 ચમચો લસણ+ લાલ મરચું પાઉડરની પેસ્ટ

બનાવવાની રીત

 • સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં મીઠું અને સોડા નાખી પાણી ઉમેરી ભજીયાનું ખીરું તૈયાર કરવું.
 • પાઉંમાં ચીરા કરી ભાગ પાડીને તૈયાર રાખવા.
 • બટેકાનો માવો, કોથમીર, લીલા મરચાની કટકી, ગરમ મસાલો, લાલ મરચું, મીઠું ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું.
 • હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરૂનો વઘાર કરી મસાલો તેમાં ઉમેરવો.
 • બરાબર મિક્ષ કરી બધા મસાલાનો ટીકી જેવો શેપ આપી દેવો.
 • તેલ આવે એટલે તરત ટીકીને ભજીયાના ખીરામાં બોલી તેલમાં ડીપ ફ્રાય કરવા.
 • ગોલ્ડન ગુલાબી ઉપરનું પડ થાય એટલે બહાર નીકાળી લેવા.
 • હવે તવા પર ચમચો તેલ રેડી તેમાં અડધી ચમચી લસણ મરચાની પેસ્ટ અને 1 ચમચી સિંગ દાણા વાળી પેસ્ટ લઇ ચમચી વડે બધું ભેગું કરી તેમાં પાઉંને બને બાજુ રગદોળી, તવા પર બનાવેલ ચટણીવાળું કરવું.
  પછી તેમાં બનાવેલ વડું મુકવું.
 • લીલી ચટણી, ટોમેટો સોસ, ડુંગળી અને લીલા મરચા જોડે સર્વ કરશું.
 • તો તૈયાર છે ટેસ્ટી ‘બોમ્બે વડા પાઉં’.