Bomber Wife and Sister also Killed in Suicide Blast in Sri lanka
  • Home
  • Featured
  • શ્રીલંકા: જે આતંકીએ હોટલમાં કર્યો હતો વિસ્ફોટ, તેની પત્ની અને બહેનને બીજા હુમલાખોરે ઉડાવી

શ્રીલંકા: જે આતંકીએ હોટલમાં કર્યો હતો વિસ્ફોટ, તેની પત્ની અને બહેનને બીજા હુમલાખોરે ઉડાવી

 | 10:09 pm IST

શ્રીલંકામાં થયેલ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં 290 લોકોના મોત થયા જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા છે. શ્રીલંકાની પોલીસે ત્યાંની એક કોર્ટમાં કહ્યું કે શંગરીલા હોટલમાં બ્લાસ્ટ કરનાર આત્મઘાતી હુમલાખોરની પત્ની અને બહેનની મોત ઉત્તરી કોલંબોના ઉપનગર ક્ષેત્રમાં આવેલ એક બે માળના ઘરમાં ત્યારે થઈ જ્યારે ધમાકાના કારણે કોંક્રિટનો કાટમાળ તેમના પર પડ્યો.

મીડિયા રિપોર્ટ મુજબ પોલીસે કોલંબોના પ્રમુખ મેજિસ્ટ્રેટને જણાવ્યું કે શંગરીલા હોટલના આત્મઘાતી હુમલાખોરની ઓળખ સીલાવન તરીકે થઈ છે જે અવિસ્સાવેલ્લા-વેલ્લાપિટિયા રોડ પર એક ફેક્ટરીનો માલિક છે. રિપોર્ટ પ્રમાણે સ્થાનિક પોલીસનું એક દળ જ્યારે ડેમાતાગોડાના ઓરૂગોદાવટ્ટા ક્ષેત્રની બે માળના એક ઘરે તપાસ માટે પહોંચ્યું તો ત્યાં હાજર એક અન્ય આત્મઘાતી હુમલાખોરે પોતાને બોમ્બથી ઉડાવી દીધો. આ વિસ્ફોટમાં ત્રણ પોલીસ કર્મચારીઓના પણ મોત થયા છે. પોલીસે કોર્ટેને જણાવ્યું કે શંગરીલા હોટલના આત્મઘાતી હુમલાખોરની પત્ની અને બહેનના મોત પણ આ ધમાકામાં થયા.

શ્રીલંકામાં થયેલ 8 બોમ્બ બ્લાસ્ટ બાદ સંપૂર્ણ દેશ ગમ અને ભયમાં છે. રિપોર્ટ મુજબ સોમવાર મધ્યરાતે દેશમાં ફરી કર્ફ્યૂ અમલમાં આવે એવા સમાચાર છે. સરકારના સૂચના વિભાગે જણાવ્યું હતું કે આજ સવારે છ વાગ્યા પછી કર્ફ્યૂ હટાવવામાં આવ્યો હતો પરંતુ સોમવારે રાતે આઠ વાગે ફરી અમલમાં આવી શકે છે. જે આગામી દિવસે સવારે ચાર વાગ્યા સુધી રહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન