સોનમના લગ્નમાં અર્જુન કપૂર અને શ્રીદેવીની દીકરીઓ વચ્ચે જોરદાર બોન્ડિંગ દેખાયું, Photos - Sandesh
NIFTY 10,430.35 -106.35  |  SENSEX 34,344.91 +-306.33  |  USD 68.4000 +0.36
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સોનમના લગ્નમાં અર્જુન કપૂર અને શ્રીદેવીની દીકરીઓ વચ્ચે જોરદાર બોન્ડિંગ દેખાયું, Photos

સોનમના લગ્નમાં અર્જુન કપૂર અને શ્રીદેવીની દીકરીઓ વચ્ચે જોરદાર બોન્ડિંગ દેખાયું, Photos

 | 1:01 pm IST

સોનમ કપૂર અને આનંદ આહુજાના રિસેપ્શન દરમિયાન બોની કપૂરના સંતાનો વચ્ચે સારુ બોન્ડિંગ જોવા મળ્યું છે. જ્હાન્વી અને ખુશીએ ભાઈ અર્જુન અને બહેન અંશુલા સાથે પોઝા આપ્યા હતા. તો બીજી તરફ, બોનીએ પણ પોતાના ચારેય સંતાનો સાથે તસવીરો ક્લિક કરાવી હતી. ઉલ્લેખનીય છે કે, અર્જુન અને અંશુલા બોની કપૂરની પહેલી પત્ની દિવંગત મોના શૌરીના સંતાનો છે. જ્યારે કે જ્હાન્વી અને ખુશી દિવંગત શ્રીદેવીની દીકરીઓ છે. એક સમય હતો, જ્યારે ચારેય સંતાનો એકબીજાથી દૂર રહેતા હતા. જ્હાન્વી અને ખુશી અર્જુનને ક્યારેય તેમના ભાઈ માનતા ન હતા.

એક સમયે અર્જુન કપૂર જાહેરમાં કહેતા હતા કે, જ્હાન્વી અને ખુશી સાથે તેમનો કોઈ સંબંધ નથી. એટલુ જ નહિ, તે શ્રીદેવીને માત્ર પોતાના પિતાની પત્ની જ માનતો હતો. શ્રીદેવીના નિધન બાદ અર્જુન કપૂર સાવકી બહેનો જ્હાન્વી અને ખુશીનુ બરાબર ધ્યાન રાખે છે. શ્રીદેવીના મૃત્યુ બાદ ચારેય ભાઈ-બહેન સાથે આઉટિંગ કરતા, ડિનર કરતા નજરે આવે છે. વર્ષો બાદ આ લગ્નમાં ભાઈ-બહેનોની કેમેસ્ટ્રી જોવા મળી હતી. જે મીડિયામા આબાદ ક્લિક થઈ હતી.