boney kapoor house staff two new members tested corona positive
  • Home
  • Featured
  • બાપ રે! બોની કપૂરના ઘરમાં વધુ બે લોકોને કોરોના પોઝિટીવ, જ્હાનવી-ખુશીના પણ આવી ગયા રિપોર્ટ

બાપ રે! બોની કપૂરના ઘરમાં વધુ બે લોકોને કોરોના પોઝિટીવ, જ્હાનવી-ખુશીના પણ આવી ગયા રિપોર્ટ

 | 9:08 am IST

બોની કપૂરના ઘરે કેટલાક દિવસો પહેલાં કામવાળાને કોરોના પોઝિટીવ આવ્યો હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ ઘરનાં બધા જ સભ્યોનો ટેસ્ટ થયો. ત્યારબાદ બોનીએ જણાવ્યું હતું કે, તેમના ઘરના વધુ બે સર્વન્ટ્સને કોરોના પોઝિટિવ આવ્યો છે. વધુ બે દાસીઓ કોરોના ટેસ્ટના ઝપટમાં આવી છે.

જ્યારે પહેલો કેસ આવ્યો એના પછી તરત જ ગ્રીન એકર વિંગના અંધેરી વેસ્ટમાં તેની ઇમારતને સીલ કરી દેવામાં આવી હતી અને હવે બોનીના બીજા બે સેવકોને પણ કોરોના પોઝિટીવ આવ્યો છે. બાદમાં જાહન્વી કપૂરે પણ આ વિશે પોસ્ટ કરી અને દરેકને ઘરે રહેવાની સલાહ આપી હતી. જો કે જ્હાનવી અને ખુશીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

બોની કપૂરે કહ્યું હતું કે “તાત્કાલિક પ્રતિસાદ માટે અમે મહારાષ્ટ્ર સરકાર અને બીએમસીના આભારી છીએ. બીએમસી અને મેડિકલ ટીમે આપેલી સૂચનાનું અમે ખૂબ જ નિષ્ઠાપૂર્વક અનુસરણ કરી રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે આ લોકો પણ જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત અમારી પાસે આવશે. “

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન