Khushi Kapoor reveals father Boney has a curfew time for her
  • Home
  • Featured
  • Photos: ખુશીએ પિતા અંગે કર્યો ખુલાસો કહ્યુ કે, ઓવર પ્રોટેક્ટિવ છે બોની કપૂર

Photos: ખુશીએ પિતા અંગે કર્યો ખુલાસો કહ્યુ કે, ઓવર પ્રોટેક્ટિવ છે બોની કપૂર

 | 3:47 pm IST

એકટ્રેસ જ્હાન્વી કપૂર અને તેની નાની બહેન ખુશી કપૂરે નેહા ધુપિયાના ચેટ શો ”BFF’s વિથ વોગ”માં આવીને ખુલીને વાતો કરી હતી. અહીં બને બહેનો પોતાની અંગત જિંદગી સાથે જોડાયેલી વાતોનો પણ ખુલાસો કર્યો હતો. ખુશી કપૂરે પિતા બોની કપૂર અને તેની બહેન પ્રત્યે કેટલા પ્રોટેક્ટિવ છે તે પણ જણાવ્યુ હતુ.

ખુશી કપૂરે જણાવ્યુ કે પિતા બોની કપૂર તેને અને તેની બહેનને લઈને ખુબજ કડક વલણ ધરાવે છે. ક્યારેક તો મને લાગે છે કે જાણેકે મારા પર કોઈ કર્ફ્યુ લાગ્યો હોય. જ્યારે આ શોમાં નેહાએ પુછ્યુ કે તુ 18 વર્ષની છો મને એ કહે કે અત્યાર સુધીમાં તુ કોઈ મુસીબતમાં ફસાઈ છો ખરી?

આ સવાલ પર ખુશીએ કહ્યુ કે પપ્પા સતત એ વાતનું ધ્યાન રાખે છે કે હું ક્યાં છુ કોની સાથે ફરુછુ મારી આસપાસ કોણ લોકો હોય છે ? એક વખત જ્યારે હું મારા મિત્રો સાથે હતી પપ્પાએ મેસેજ કરીને કહ્યુ હતુ કે હેલો બેટા તારી અને ખુશીની એક ફોટો પાડીને મોકલને.

નેહાએ કહ્યુ કે તારો પરિવાર જાણશે કે તુ કોઈ સાથે ડેટિંગ પર ગઈ છો તો તેમને કેવુ લાગશે ખુશીએ કહ્યુ કે પપ્પાને હુ અને દીદી ખુબજ વ્હાલા છીએ, જ્યારથી પપ્પા પર બેવડી જવાબદારી આવી છે અમારા પ્રત્યે તેઓ વધારે પડતા પઝેસિવ અને સેન્સેટિવ થઈ ગયા છે. ખુશીએ કહ્યુ કે હું કોઈ સારા વ્યક્તિ સાથે રહુ તેમા પપ્પાને કોઈ તકલીફ નહી પડે.
આ શોમાં એ પણ ખુલાસો થયો કે ખુશીને ટેટુનો ખુબજ શોખ છે. તેના શરીર પર ત્રણ ટેટુ છે ખુશીનો ટેટુનો લગાવ જોઈને જ્હાન્વી અને શ્રીદેવી પણ પરેશાન થઈ ગયા હતા. આપને જણાવી દઈએ કે BFF’s વિથ વોગનું પ્રસારણ 27 એપ્રિલે કલર્સ ઈન્ફીનિટી પર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન