boney kapoor says my relationship with salman khan is strained
  • Home
  • Entertainment
  • Bollywood
  • સલમાન સાથે ખાટા સંબંધો પર બોની કપૂરે કર્યો ખુલાસો, શું મલાઈકા સૂડી વચ્ચે સોપારી થઈ?

સલમાન સાથે ખાટા સંબંધો પર બોની કપૂરે કર્યો ખુલાસો, શું મલાઈકા સૂડી વચ્ચે સોપારી થઈ?

 | 2:34 pm IST

અભિનેતા સલમાન ખાન સાથેની મિત્રતા અને દુશ્મનાવટ બંને ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે, બોની કપૂર સાથે સલમાનના સંબંધો સારા નથી રહ્યા. જો કે, એક સમય હતો જ્યારે સલમાન ખાન અને બોની કપૂર ખૂબ સારા મિત્રો હતા. બોની કપૂરે સલમાનની ઘણી ફિલ્મો પણ બનાવી છે, હવે પહેલીવાર બોની કપૂરે સલમાન સાથેના સંબંધો અંગે નિવેદન આપ્યું છે.

એવા અહેવાલો આવ્યા હતા કે, અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના સંબંધોને કારણે સલમાન અને બોની કપૂરનો સંબંધ તૂટી ગયો છે. એક મુલાકાતમાં બોની કપૂરે કહ્યું કે- ‘અર્જુન એક ડાયરેક્ટર બનવા માંગતો હતો, પરંતુ તેને લોન્ચ કરવા માટે મારી પાસે કોઈ પ્લાન ન્હોતો.’ બોની કપૂરે વધુમાં કહ્યું કે, સલમાને મને સલાહ આપી હતી કે, અર્જુને એક્ટિંગની દુનિયામાં હાથ અજમાવવો જોઈએ. તેમાં એક એક્ટર બનવાના તમામ ગુણો છે. સલમાને અર્જુનને જબરદસ્ત મદદ કરી અને માર્ગદર્શન આપ્યું હતું.

બોની કપૂર કહે છે કે ‘દુર્ભાગ્યવશ, સલમાન સાથેના સંબંધો હવે બગડ્યા છે. મારા પર સલમાનની કૃપા રહેશે કે તેણે હંમેશા અર્જુનને અભિનયના ક્ષેત્રમાં મૂકવા પ્રોત્સાહિત કર્યો. જો કે, આ બંને વચ્ચે ખાટા સંબંધોનું કારણ પુછવા પર કોઈ કારણસર જવાબ આપ્યો નહીં.

એવા અહેવાલો આવ્યા હતા કે સલમાન એ વાતથી નારાજ હતો કે, અર્જુન કપૂર મલાઈકાને ડેટ કરે છે. બાદમાં અરબાઝ ખાનને છૂટાછેડા લીધા પછી મલાઇકા અને અર્જુને તેમના સંબંધોને જગ જાહેર કર્યા. બંને સોશિયલ મીડિયા પર એક બીજા સાથે ફોટા શેર કરતા રહે છે. લગ્નના સવાલ પર અર્જુન કપૂરે કહ્યું કે, જ્યારે સમય યોગ્ય હશે ત્યારે તે તેની જાહેરાત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન