Book 12 train tickets in month by linking Aadhaar with IRCTC
  • Home
  • Business
  • મહિનામાં 6થી વધુ ટિકિટ બુક કરવી છે તો કરી લો આ કામ, થશે ફાયદો

મહિનામાં 6થી વધુ ટિકિટ બુક કરવી છે તો કરી લો આ કામ, થશે ફાયદો

 | 1:49 pm IST
  • Share

  • રેલવે મુસાફરોને એક જ યુઝર ID સાથે એક મહિનામાં 12 ટિકિટ બુક કરવાની મંજૂરી

  • સામાન્ય રીતે રેલવે પેસેન્જર્સ એક યુઝર ID પરથી એક મહિનામાં માત્ર 6 ટિકિટ બુક કરાવી શકે છે

  • તમારા યુઝર IDને આધારથી કેવી રીતે વેરિફાઇ કરવું

ભારતીય રેલવેએ કોવિડ 19ને ધ્યાનમાં રાખીને સ્પેશ્યલ ટ્રેનોમાં રૂપાંતરિત કરેલ રેગ્યુલર મેલ/એક્સપ્રેસ ટ્રેનોને ફરીથી રેગ્યુલર કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનો ફરીથી રેગ્યુલર નંબરો સાથે દોડશે. આ સાથે જ ભાડું પણ સામાન્ય રહેશે. આ સિવાય હવે ટ્રેનો પણ ફરીથી પૂર્ણ ક્ષમતા સાથે દોડવા જઈ રહી છે. આ સાથે IRCTCની કેટરિંગ સેવા પણ ફરી શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં જેઓ આખા પરિવાર સાથે અથવા એક ગ્રૂપ સાથે ટ્રેન દ્વારા પ્રવાસનું આયોજન કરે છે તેમને કોઈ સમસ્યા થશે નહીં.

જો તમે આખા પરિવાર સાથે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો અથવા એક મહિનામાં એકથી વધુ ટ્રેન ટિકિટ બુક કરાવવાની છે તો તેના માટે એક ખાસ સુવિધા છે. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન (IRCTC) રેલવે મુસાફરોને એક જ યુઝર ID સાથે એક મહિનામાં 12 ટિકિટ બુક કરવાની મંજૂરી આપે છે. જો કે રેલવે યાત્રીઓ એક યુઝર આઈડીથી એક મહિનામાં માત્ર 6 ટિકિટ બુક કરાવી શકે છે પરંતુ જો IRCTC એકાઉન્ટ, આધાર કાર્ડ સાથે લિંક હોય તો મહિનામાં 12 ટિકિટ બુક કરી શકાય છે. તેના માટે પહેલા યુઝરે આધાર દ્વારા તેનું IRCTC યુઝર આઈડી અને ઓછામાં ઓછા એક પેસેન્જરનું વેરિફિકેશન કરાવાનું હોય છે.

તમારા યુઝર IDને આધારથી કેવી રીતે વેરિફાઇ કરવું

– http://www.irctc.co.in ની મુલાકાત લઈને લોગ ઇન કરો.
– હવે MY ACCOUNT વિકલ્પ પર જાઓ અને Link Your Aadharનો વિકલ્પ પસંદ કરો.
– હવે આધાર KYC પેજ દેખાડશે. આધાર કાર્ડ મુજબ તમારું નામ દાખલ કરો, આધાર નંબર અથવા વર્ચ્યુઅલ ID આપો, ચેકબોક્સ પસંદ કરો અને સેન્ડ OTP બટન પર ક્લિક કરો.
– હવે આધાર સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરો અને ‘Verify OTP’ બટન પર ક્લિક કરો.
– હવે આધાર વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અપડેટ બટન પર ક્લિક કરો.
– કન્ફોર્મેશન મેસેજની સાથે એક પોપ-અપ વિન્ડો સામે દેખાશે. ત્યારબાદ વિન્ડો બંધ કરો અને http://www.irctc.co.in પર ફરીથી લોગ ઇન કરો.
– IRCTC ઈ-ટિકિટિંગ વેબસાઈટના ટોચના નેવિગેશન પર ‘માય એકાઉન્ટ’ ટૅબ હેઠળ ‘લિંક યોર આધાર’ લિંકને પસંદ કરીને આધાર KYC સ્ટેટસ ચેક કરી શકાય છે.

એક પેસેન્જરને આધારથી કેવી રીતે વેરિફાઇ કરવું


www.irctc.co.in પર જાઓ

– લૉગ ઇન કર્યા પછી, હોમ પેજ પર ‘માઇ એકાઉન્ટ’ ટેબ હેઠળ ‘માઇ પ્રોફાઇલ’માં ‘એડ/મોડિફાઇડ માસ્ટર લિસ્ટ’ લિંક પર જાઓ.
નામ, જન્મ તારીખ, લિંગ, જન્મ તારીખ, ખોરાકની પસંદગી, સિનિયર સીટીઝન કન્સેશન (જો લાગુ હોય તો), આઈડી કાર્ડનો પ્રકાર અને આઈડી કાર્ડ નંબર (આધાર નંબર) જેવી વિગતો ‘એડ/મોડિફાઈ માસ્ટર લિસ્ટ’ પેજ પર ઉપલબ્ધ કરાવો.
– હવે સબમિટ બટન પર ક્લિક કરો.
– ઉપલબ્ધ કરાવેલી ડિટેલ્સની સાથે પેસેન્જર, માસ્ટર લિસ્ટમાં ઉમેરાઇ જશે અને તેને ‘સેવ્ડ પેસેન્જર લિસ્ટ’માં જોઈ શકાય છે.
– પેસેન્જરની આધાર વેરિફિકેશન ડિટેલ્સ વેરિફાઇ કરવા માટે ‘ક્લિક હિયર ટૂ ચેક પેન્ડિંગ આધાર વેરિફિકેશન સ્ટેટસ’ પર ક્લિક કરો
– જો ડિટેલ્સ કરેક્ટ થશે તો વેરિફિકેશન સ્ટેટસ બદલીને ‘વેરિફાઇડ’ થઇ જશે અને સ્ક્રીન પણ સક્સેસ એલર્ટ આવી જશે
– એક મહિનામાં 6થી વધુ ટિકિટ કેવી રીતે બુક થશે

ધ્યાનમાં રાખો કે બુકિંગ દરમિયાન આધાર વેરિફાઇડ ટ્રાવેલિંગ પેસેન્જરને ‘સેવ્ડ પેસેન્જર લિસ્ટ’માંથી ચોક્કસ સિલેકટ કરો. બુકિંગ માટે IRCTC વેબસાઇટ પર લોગ ઇન કર્યા પછી મુસાફરીની વિગતો દાખલ કરો અને બુકિંગ પ્રક્રિયા સાથે આગળ વધો. ટ્રેન લિસ્ટ પેજ પર તમે જે ટ્રેન અને શ્રેણીમાંથી મુસાફરી કરવા માંગો છો તે પસંદ કરો અને બુકિંગ પ્રક્રિયા સાથે આગળ વધો. પછી પેસેન્જર ઇનપુટ પેજ પર ‘પેસેન્જર નેમ’ પર ક્લિક કરો અને લિસ્ટમાંથી આધાર વેરિફાઈડ પેસેન્જર પસંદ કરો. આ યાદીમાં માસ્ટર લિસ્ટમાં ઉમેરાયેલા તમામ મુસાફરો દેખાશે.

રિઝર્વેશન ફોર્મ પર મુસાફરોની વિગતો આપમેળે પોપ અપ થશે. આધાર વેરિફાઈડ પેસેન્જર સિવાય અન્ય તમામ પેસેન્જરોની વિગતો કીબોર્ડની મદદથી દાખલ કરવાની રહેશે. ત્યારબાદ બુકિંગ પ્રક્રિયા આગળ વધશે. બુકિંગ વિગતોની સમીક્ષા કર્યા બાદ અને ‘ટ્રાવેલિંગ પેસેન્જર્સ’ હેઠળ દેખાતા આધાર નંબરને ચેક કર્યા પછી પેમેન્ટ પેજ પર પેમેન્ટ ગેટવે પસંદ કરવાનું રહેશે. સફળતાપૂર્વર ચુકવણી પર બુકિંગ કન્ફોર્મ થઇ જશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો