મુસાફરોને રાહત, રાજધાની સહિત આ ટ્રેનોની ટિકિટના ભાવમાં થશે ઘટાડો - Sandesh
  • Home
  • India
  • મુસાફરોને રાહત, રાજધાની સહિત આ ટ્રેનોની ટિકિટના ભાવમાં થશે ઘટાડો

મુસાફરોને રાહત, રાજધાની સહિત આ ટ્રેનોની ટિકિટના ભાવમાં થશે ઘટાડો

 | 11:30 pm IST

રાજધાની, શતાબ્દી અને દુરંતો ટ્રેનની ટિકિટના દર ઓછા થઈ ગયા છે. સરકારે ટ્રેનમાં વેચાતા ખાવાપીવાના સામાન અને ટિકિટ સાથે બુક થતાં ભોજન પર લાગતો ટેક્સ ઓછો કરી દીધો છે. હાલમાં જ નાણામંત્રાલયે GSTને લઈને એક પત્ર જાહેર કર્યો હતો, એમાં કહેવામાં આવ્યું હતું કે રેલવેસ્ટેશન અને ટ્રેનમાં મળતાં ખાવાપીવાના સામાન પર ફક્ત પાંચ ટકા GST લગાડવામાં આવે. ટ્રેનમાં ખાવાપીવાના સામાન પર ૧૮ ટકા GST લાગતો હતો. નાણામંત્રાલયે કહ્યું કે આ પાંચ ટકા ટેક્સ ઇનપુટ ટેક્સ ક્રેડિટ વગર લાગુ થશે, એ માટે રેલવે બોર્ડને પત્ર મોકલી દેવામાં આવ્યો છે. એ ઉપરાંત બધી મેલ અને એક્સ્પ્રેસ ટ્રેનોમાં ખાવાપીવાના સામાન પર પાંચ ટકા ટેક્સ પહેલેથી જ લાગુ કરી દેવાયો હતો, જોકે શતાબ્દી, રાજધાની એક્સ્પ્રેસ અને દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનોમાં આ ૧૬ એપ્રિલથી જ લાગુ કરવામાં આવ્યા છે.

એમનું ભાડું એટલા માટે ઓછું થયું છે કે, રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી ટ્રેનોમાં ભોજન ટિકિટનાં ભાડામાં સામેલ હોય છે, હવે આ ટ્રેનોમાં ખાવાપીવાના સામાનના દર નવા હશે. ફર્સ્ટ એસી અને એક્ઝિક્યુટિવ ચેરકારમાં નાસ્તો ૯૦ રૂપિયામાં મળશે. સેકન્ડ એસી, થર્ડ એસી અને ચેરકારમાં ૭૦ રૂપિયામાં મળશે. એ ઉપરાંત દુરંતોના સ્લીપરમાં ૪૦ રૂપિયામાં મળશે.

 

જમવાનું ૭૫થી ૧૪૦ રૂપિયાની વચ્ચે

ફર્સ્ટ એસી અને એક્ઝિક્યુટિવ ક્લાસમાં જ્યાં ડિનર આપવામાં આવશે ત્યાં સાંજની ચા ૪૫ રૂપિયામાં મળશે, જ્યાં ડિનર આપવામાં આવતું નથી ત્યાં ચા ૭૦ રૂપિયામાં મળશે. એ ઉપરાંત સેકન્ડ એસી, થર્ડ એસી અને ચેરકારમાં સાંજની ચા ૪૫ રૂપિયામાં મળશે, દુરંતો સ્લીપરમાં ૨૦ રૂપિયામાં ચા મળશે. લંચ અને ડિનરની વાત કરીએ તો એ ટ્રેન અને કોચ પર નિર્ભર રહેશે. એમાં જમવાનું ૭૫ રૂપિયાથી ૧૪૦ રૂપિયાની વચ્ચે મળશે. કોમ્બો મીલ દુરંતોને છોડીને બીજી ટ્રેનોમાં ૭૦ રૂપિયામાં મળશે. પાંચ ટકા GSTનો દર ગતિમાન, શિવાલિક અને તેજસ એક્સ્પ્રેસમાં લાગુ થશે.