booking-cross-10000-units-know-the-details-of-this-new-car-mahindra-marazzo
  • Home
  • Featured
  • આ કાર લોકોને એટલી પસંદ આવી કે 1 મહિનામાં થયુ 10000નુ બુકિંગ

આ કાર લોકોને એટલી પસંદ આવી કે 1 મહિનામાં થયુ 10000નુ બુકિંગ

 | 4:00 pm IST

Mahindraએ હાલમાં પોતાની કાર Marazzoને ભારતમાં લૉન્ચ કરી છે. ત્યારબાદ તો આ કારે માર્કેટમાં જાણે કે ધૂમ મચાવી છે. આ વાતનો અંદાજ ત્યારે આવે છે જ્યારે માહિતી મળે છે કે Marazzoની બુકીંગ માત્ર 1 મહિનામાં 10 હજારને પાર કરી ચુકી છે. જે રીતે શરૂઆતમાં જ આ કારની બુકીંગ થઈ કહેવામાં આવી રહ્યુ છે કે તેની મુખ્ય પ્રતિદ્વંદી કાર ઈનોવા ક્રિસ્ટાને માત આપશે આ કાર.

હાલતો બુકીંગમાં આ કાર આગળ નિકળી ગઈ છે, પણ જોવાનુ એ છે કે આ કારનું પરફોર્મન્સ કેવુ રહેશે, તેનુ આ આકર્ષણ કેટલુ જાળવી રાખશે. કંપનીએ Marazzoને 4 વોરિયન્ટ લૉન્ચ કર્યા છે.

જેમાં M2, M4, M6 અને M8નો સમાવેશ થાય છે. Mahindra કારમાં 1.5 લીટરના ચાર સિલિન્ડર વાળુ ડીઝલ એન્જીન આપવામાં આવ્યુ છે. જે 120 બીએચપીની પાવર અને 300 એનએમના ટૉર્કને જનરેટ કરે છે. આ એન્જીન 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યુ છે.

કારની ફ્રન્ટ ગ્રિલને શાર્કના દાંત જેવી બનાવવામાં આવી છે. આ કારમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર તેની શાર્ક એન્ટીના અને શાર્ક ટેલ લેમ્પ જે શાર્કની પુંછડી જેવી બનાવવામાં આવી છે.

Marazzoમાં 7 અને 8 સીટર કેબિન લેઆઉટ આપવામાં આવ્યો છે. Marazzoની કેબીનમાં છત પર લાગેલા એર કન્ડીશનિંગ વેન્ટ સિસ્ટમ આપવામાં આવ્યુ છે. જે વચ્ચે પુરી કારને મિનિટોમાં ઠંડી કરી નાખશે.