'Books are brainwashing students by favoring a particular religion'
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • NCERT પર ખાસ ધર્મનો પક્ષ લઈ વિદ્યાર્થીઓનું બ્રેનવોશ કરવાનો આરોપ

NCERT પર ખાસ ધર્મનો પક્ષ લઈ વિદ્યાર્થીઓનું બ્રેનવોશ કરવાનો આરોપ

 | 5:24 pm IST
  • Share

  • NCERTને લઈને પહેલા પણ વિવાદ સામે આવી ચૂક્યા છે
  • આ વર્ષે NCERTનો વિવાદ કોર્ટ સુધી પહોંચી ગયો હતો
  • આ વર્ષે એપ્રીલમાં NCERTના નિર્દેશકને નોટિસ ફટકારવામાં આવી હતી

પાઠ્યપુસ્તકોના સિલેબસને લઈને ઘણી વખત વિવાદો સામે આવી ચુક્યા છે. શું શાળાના પુસ્તકોમાં ખોટો ઈતિહાસ ભણાવવામાં આવી રહ્યો છે? તમને જણાવી દઈએ કે, આજે ટ્વિટર પર તેને લઈને લોકો ચર્ચા કરી રહ્યા છે.

આ ચર્ચાની શરૂઆત કરી ઈતિહાસકાર ડો, વિક્રમ સંપતના આરોપોથી. તેમણે એક મીડિયા સમૂહના કાર્યક્રમમાં કહ્યું હતું કે,NCERT ના પુસ્તકોમાં હિંદૂઓના ઈતિહાસને દબાવવામાં આવ્યો છે. બુધવારે તેમણે ટ્વિટર પર ઘણા ઉદાહરણો ગણાવ્યા. ત્યાર બાદ એક પછી એક સ્ક્રિન શોટ લોકો ટ્વિટર પર શેર કરવા લાગ્યા, જેમા કથિતપણે NCERTએ તથ્યોને ખોટી રીતે દેખાડ્યા હતા. આ વિવાદે થોડી વારમાં જ મોટુ સ્વરૂપ ધારણ કરી લીધુ અને NCERT ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું.

શું શું તર્ક આપી રહ્યા છે લોકો?

તમને જણાવી દઈએ કે ડૉ. સંપતે NCERTના પુસ્તકોમાં ઘણી ભૂલો દેખાડી હતી. તેમના જણાવ્યા અનુસાર ચોલ સામ્રાજ્યને ત્રણ પેજમાં પુરુ કરી નાખવામાં આવ્યું જ્યારે દિલ્હી સામ્રાજ્ય માટે આખુ ચેપ્ટર છે. ચેપ્ટર-4 પુરી રીતે મુઘલ સામ્રાજ્યને સમર્પિત છે. ચેપ્ટર 5માં પણ મુસ્લિમ શાસકોએ બનાવેલી ઈમારતોને મહત્ત્વ આપવામાં આવ્યું છે. સંપતે લખ્યું કે. મુગલોના હાથે 1662માં અહોમની હારનું વર્ણન છે પરંતુ 1671માં થયેલી સરાયઘાટની લડાઈનું વર્ણન નથી. તેમણે ભક્તિ અને સૂફી આંદોલનને લઈને પણ NCERTના પુસ્તકોમાં આપવામાં આવેલા તથ્યો અંગે સવાલો કર્યા છે,

તેમણે કથિત રીતે NCERTના ઘણા પુસ્તકોના પેજ રજૂ કર્યા છે. એવા જ એક પેજમાં જણાવવામાં આવ્યું છે કે, કેવી રીતે ખુલ્લા વિચારો વાળા હિંદુઓને ઈસ્લામના સમાનતા,ભાઈચારા અને એક ઈશ્વરના સિદ્ધાંતને આકર્ષિત કર્યા. વચ્ચે વચ્ચે કેટલાક લોકોએ NCERT ઉપરાંત અન્ય પ્રકાશકોના પુસ્તકોના પેજ પણ બતાવ્યા હતા અને NCERT પર સવાલો કર્યા. બીજેપીના ઘણા નેતાઓએ પણ આ ટ્રેન્ડમાં ઝંપલાવ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો