ઘરમાં પુસ્તકોને સાચવવા માટે આ રીતે બનાવો હટકે ફર્નિચર - Sandesh
  • Home
  • Lifestyle
  • ઘરમાં પુસ્તકોને સાચવવા માટે આ રીતે બનાવો હટકે ફર્નિચર

ઘરમાં પુસ્તકોને સાચવવા માટે આ રીતે બનાવો હટકે ફર્નિચર

 | 1:52 pm IST

લેખન સાથે સંકળાયેલી અથવા વાંચનનો શોધ ધરાવતી વ્યક્તિના ઘરમાં સોફા પર, બેડના સાઇડ ટેબલ્સ પર, ડાઇનિંગ ટેબલ પર તેમજ કોફી ટેબલ પર બધે જ બુક્સ જ બુક્સ જોવા મળશે. વધુમાં વોલ યુનિટનું એકાદ ખાનું બુક્સ માટે ફાળવેલું હશે. પરંતુ જો પોતાના આ શોખને હોમ ડેકોરનો પણ ભાગ બનાવવામાં આવે તો? બુક્સના શોખીનો માટે ફર્નિચર ડિઝાઇનર્સ અવારનવાર બુકશેલ્ફની હટકે ડિઝાઇનો લઈને આવતા હોય છે. તો જોઈએ દુનિયાભરની કેટલીક આવી જ હટકે ડિઝાઇનો જેના પરથી પ્રેરણા લઈને તમારી ચોપડીઓને પણ બુકશેલ્ફરૂપી એક નવું ઘર આપી શકાય.

ઇલેસ્ટિક બુકશેલ્ફ
ઇલેસ્ટિક બુકશેલ્ફના કન્સેપ્ટમાં પ્લાયવુડ અને ખિલ્લીઓની કોઈ જરૂર નહીં પડે. દીવાલ પર સામસામે બે પેગ લગાવીને એમાં ઇલેસ્ટિકનો આ બેન્ડ ફિટ કરવાનો છે. અહીં ઇલેસ્ટિક ખેંચાય એટલે એમાં ગમે એટલી જાડી અને લાંબી બુક રાખવા માટે પહોળું કરી શકાય.

બુકવોર્મ બુકશેલ્ફ
બુકશેલ્ફમાંથી બુક કાઢીને પછી બેડ કે સોફા સુધી લઈ જવાનો પણ સમય ન બગાડવો હોય તો આ બુકવોર્મ નામનું બુકશેલ્ફ રીડિંગ રૂમ કે સ્ટડીને ડેકોરેટ કરવા માટે પર્ફેક્ટ છે. આ યુનિક ફર્નિચર ગોળાકાર શેપનું છે જેમાં વચ્ચેના ભાગમાં કમ્ફર્ટેબલ કુશન બનાવવામાં આવે છે. એમાં પીઠ ટેકવીને અથવા આરામથી બેસીને બુક્સ વાંચી શકાય. તરીકે પણ ઓળખાતી આ ખુરશીમાં બે-પાંચ નહીં, પણ અનેક મનગમતાં પુસ્તકો સમાવી શકાય છે.

કન્સીલ બુકશેલ્ફ
બુક્સ રાખવા માટે કોઈ મોટું કે ઊઠીને દેખાઈ આવે એવું બોક્સ બનાવવું પસંદ ન હોય તો આ કન્સીલ બુકશેલ્ફ એનું સોલ્યુશન બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન