ચોપડીઓને ઠેકાણે કરવા આ રીતે ઘરમાં બનાવો બુકશેલ્ફ - Sandesh
  • Home
  • Lifestyle
  • ચોપડીઓને ઠેકાણે કરવા આ રીતે ઘરમાં બનાવો બુકશેલ્ફ

ચોપડીઓને ઠેકાણે કરવા આ રીતે ઘરમાં બનાવો બુકશેલ્ફ

 | 11:48 am IST

બુક્સનું લાઇફમાં ખૂબ જ મહત્વ રહેલુ હોય છે. જો કે આ વિશે વાત કરીએ તો ઘણા લોકોને વાંચવાની અને ચોપડીઓ ભેગી કરવાની આદત હોય છે. આ આદતથી ઘરના લોકો અનેકવાર હેરાન-પરેશાન થઇ જાય છે. હેરાન થવા પાછળનું કારણ એ જ હોય છે કે, કબાટ ભરાઇ ગયુ હોવાથી તેમાં ન આવવાથી ઘરના લોકો અનેકવાર ગુસ્સે થઇ જતા હોય છે. આમ, જો તમારા ઘરમાં પણ આ સમસ્યા હોય તો બનાવો આ રીતે બુકશેલ્ફ..

રીડ-અનરીડ
તમે વાંચી લીધી છે એ અને વાંચવાની બાકી છે એ બધી બુક્સ બુકશેલ્ફમાં મિક્સ ન થઈ જાય એ માટે દીવાલ પર ત્રણ રોડ્સના સપોર્ટ પર લટકતા લેધરના પટ્ટાઓ પર બુક્સ ગોઠવી શકાય. બુક્સ રાખવા માટે લેધરના પટ્ટાઓ પર ક્લિપ પણ આપવામાં આવી છે. જે સાઇડ પર બુક્સ વધી જશે એ વજનકાંટાની જેમ નીચે નમી જશે. લિવિંગ-રૂમ કે બેડરૂમની દીવાલ પર આ પ્રકારનું બુકશેલ્ફ યુનિક લાગશે.

હેન્ગિંગ બુકશેલ્ફ
લાકડાનું કે કોઈ હાર્ડ મટીરિયલનું બુકશેલ્ફ ન પસંદ હોય તો હેન્ગિંગ સ્ટોરેજ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. વધુમાં જો બે રૂમની વચ્ચે લગાવો તો આ બુકશેલ્ફ ડિવાઇડરની ગરજ પણ સારી શકે છે. આ બુકશેલ્ફ કોઈ પણ સાઇઝમાં એક્સપાન્ડ થઈ શકે છે. જાડા કાપડના પટ્ટાઓમાંથી આવું બુકશેલ્ફ બનાવડાવી પણ શકાય.

બુક ચેર
આજુબાજુ ઘણાં બધાં પુસ્તકો લઈને વાંચવાનો શોખ હોય તો બુક ચેર તમને ખૂબ જ ઉપયોગી થશે. સોફા જેવી આ ખુરશીના વચ્ચેના ભાગમાં કુશન ફિટ કરીને બેસવાની જગ્યા ફાળવ્યા બાદ આજુબાજુમાં પુસ્તકો રાખવા માટે સ્ટોરેજ બનાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન