ફોનમાંથી Delete કરી દો આ એક folder અને પછી જુઓ તમારા ફોનની સ્પીડ! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • ફોનમાંથી Delete કરી દો આ એક folder અને પછી જુઓ તમારા ફોનની સ્પીડ!

ફોનમાંથી Delete કરી દો આ એક folder અને પછી જુઓ તમારા ફોનની સ્પીડ!

 | 5:42 pm IST
  • Share

ફોનનો ઉપયોગ કરતી વખતે આપણે એટલી ભારે ચીજો સેવ કરી લેતા હોઈએ છીએ, જે ક્યારેક ફાલતૂ ફાઈલોથી ભરાઈ જાય છે. અને આપણને ખબર પણ પડતી નથી. અને ત્યારબાદ સૌથી પહેલા જે મુશ્કેલી આવે છે તે ફોનની મેમરી ફૂલ થવી. અને ધીમે ધીમે તમારા ફોનની સ્પીડ ઓછી થઈ જાય છે. સ્પીડ સ્લો થવાથી કોઈ પણ ફાઈલ અને એપ ખોલવામાં સમય લાગે છે.

ખાસ કરીને જ્યારે આપણે ફોન પર ખૂબ જરૂરી કામ કરતા હોઈએ ત્યારે ફોનની સ્લો સ્પીડ આપણને પરેશાન કરતી હોય છે. એટલું જ નહીં, સ્પીડ સ્લો થતાં ફોન વારેવારે હેંગ પણ થવા લાગે છે, જેના કારણે ફોન પર કોઈ કામ કરવામાં ખૂબ મુશ્કેલી થાય છે. એવામાં આપણે એક-એક ફાલતૂ ફોલ્ડર શોધીને ડીલીટ કરવા પડે છે, ત્યારે ખુબ સમય લાગી જાય છે, સાથે આપણને ફાલતૂ ફોલ્ડર પણ મળતા નથી. પરંતુ આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે એક સરળ રસ્તો છે, જેનાથી ફોનની સ્પીડ ઝડપથી વધી જશે.

આ રીત અપનાવવા માટે તમારે સૌથી પહેલા પ્લે સ્ટોરથી ‘Empty Folder Cleaner’ એપને ડાઉનલોડ કરવી પડશે. હવે આ એપને ઓપન કરતા તમારી સામે અમુક એવી ઈન્ટરફેસ ખૂલી જશે. તેમાં તમારે Delete Empty Folder પર ટેપ કરવાનું રહેશે. તેના પર ટેપ કરતા જ તમારા ફોનમાં જેટલી પણ ફાલતૂ ફાઈલો છે તે શો થઈને ડિલીટ થવા લાગશે અને ફોનની આપોઆપ સ્પીડ વધી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન