Bopal Police entertainment video goes viral in Lockdown
  • Home
  • Videos
  • Featured Videos
  • લોકડાઉન વચ્ચે પોલીસે લોકોને મનોરંજન આપવા કર્યું આ અનોખું કામ, Video થયો વાયરલ

લોકડાઉન વચ્ચે પોલીસે લોકોને મનોરંજન આપવા કર્યું આ અનોખું કામ, Video થયો વાયરલ

 | 1:36 pm IST

કોરોના વાયરસના કારણે દેશમાં હાલ લોકડાઉન છે. જેથી લોકો ઘરની અંદર કેદ છે. વિશ્વભરમાં કોરોના વાયરસની વધતી દહેશતને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ લોકડાઉનની જાહેરાત કરી છે. જે 14 એપ્રિલે સમાપ્ત થશે. આ લોકડાઉન હેઠળ લોકોને ઇમરજન્સી વગર ઘરની બહાર ન નીકળવા અને ઘરમાં જ રહેવા નિર્દેશ આવ્યા છે. જેના કારણે દેશભરમાં લોકો ઘરમાં રહી પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે.

પરંતુ દેશભરમાં કેટલાક લોકો હાલ પણ આ લોકડાઉનનું પાલન નથી કરી રહ્યા અને લોકડાઉનનું ઉલ્લંઘન કરતા આવા લોકોના વીડિયો અને તસવીરો સતત સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ એવી ઘટનાઓ સતત વધી રહી છે. તેથી અમદાવાદની પોલીસે લોકોને કોરોના વાયરસની ગંભીરતાને સમજાવવા અને લોકડાઉનનું ચુસ્ત પણે પાલન થયા તે માટે જાગૃત કરવા અનોખો તરીકો અજમાવ્યો છે. જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લોકોનું મનોરંજન થાય અને સાથે જ લોકડાઉનને લઈ તેમની વચ્ચે જાગૃતી વધે તે માટે અમદાવાદ બોપલ પોલીસે ડાન્સ અને ગરબા કર્યા. લોકોને મનોરંજન આપનાર પોલીસે પણ આનંદ કર્યો. લોકગાયિકાના સૂરે મહિલા પોલીસ અધિકારી પણ ઝૂમી ઉઠ્યા. કોઈ પોલીસ અધિકારી ઝૂમ્યા તો કાઈએ ગીતો ગાયા. જેનો વીડિયો હાલ ખૂબ વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન