'Boss garlic pholato tears watching the video, threatening to reach the target in March'
  • Home
  • Ahmedabad
  • ‘માર્ચમાં ટાર્ગેટ પૂરો કરવા ધમકી આપતા બોસનો લસણ ફોલતો વીડિયો જોઈ આંસુ આવી ગયા’

‘માર્ચમાં ટાર્ગેટ પૂરો કરવા ધમકી આપતા બોસનો લસણ ફોલતો વીડિયો જોઈ આંસુ આવી ગયા’

 | 7:35 am IST

કોરોના વાયરસને અને લોકડાઉનની સ્થિતિ પર સોશિયલ મીડિયામાં યુવાનો રોજ નવા નવા મેસેજ બનાવીને વાયરલ કરી રહ્યા છે, ક્યાંક પતિ-પત્ની વચ્ચે થઈ રહેલા ઝઘડાની મજા લેવાઈ રહી છે તો ક્યાંક લોકો કોરોનાની લડાઈમાં જંગ જીતે તે માટેના અસરકારક સૂચના રજૂ કરી રહ્યા છે.

  • માર્ચમાં ટાર્ગેટ પૂરો કરવા ધમકી આપતા બોસનો લસણ ફોલતો વીડિયો જોઈ આંખોમાં આંસુ આવી ગયા.
  • ગઈ કાલે પત્ની સાથે ઝઘડો થઈ ગયો, વટમાં કહી દીધું કે, તારાથી થાય ઈ કરી લે, સાલુ ક્યારનું ય મોબાઈલનું ચાર્જર મળતું નથી, ઘરમાં રહો, સ્વસ્થ્ય રહો.
  • અગર લોકડાઉન લંબા ચલા તો સન્ડે અપની ઈજ્જત ખો દેગા.
  • એટલી બધી ઊંઘ થઈ ગઈ છે, હવે તો સપનું પણ રીપીટ થઈને આવે છે.
  • પહેલાં તો કુંડાળામાં પગ ના પડે તે માટે બચીને ચાલતા હતા આજે લોકો બચવા માટે કુંડાળામાં ઊભા રહે છે, બોલો.
  • એક કહેવત છે, ફરે તે ચરે, બાંધ્યો ભૂખ્યો મરે, પરંતુ આજના સંદર્ભમાં આ કહેવતમાં થોડો ફેરફાર આવ્યો, ‘ફરે તે મરે, બાંધ્યો લીલાલહેર કરે,..’ માટે બંધાયેલા રહો. જનહિતમાં જારી, સાવધાનીમાં સલામતી છે.
  • કોરોના એ બધ્ધે બધ્ધું ફલ્લમ ફલ્લા કરી નાખ્યું. ઈતિહાસમાં પહેલી વાર બનશે, કામ શેઠ તથા શેઠાણીએ કર્યું.., અને પગાર નોકરને આપવાનો.
  • ગ્રાહક : આખા ભારતમાં કરફ્યુ હોવા છતાં લોકડાઉન હોવા છતાં શેરબજાર કેમ બંધ નથી, બ્રોકર : સ્મશાન કોઈ દિવસ બંધ ના હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન