Both DGP and CP have ordered replacement of Shahibaug PI!
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • DGP અને CP બંનેએ શાહીબાગ PIની બદલીના ઓર્ડર કરી દીધા!, વહીવટદાર વિરૂદ્ધ બુટલેગરે વીડિયો વાયરલ કર્યા

DGP અને CP બંનેએ શાહીબાગ PIની બદલીના ઓર્ડર કરી દીધા!, વહીવટદાર વિરૂદ્ધ બુટલેગરે વીડિયો વાયરલ કર્યા

 | 7:06 am IST
  • Share

રાજ્યના પોલીસ વડાએ અને અમદાવાદ પોલીસ કમિશનરે એક જ પીઆઈની બદલીમાં એકસાથે ઓર્ડર કરતા ગૂંચવાડો ઉભો થયો છે. શહેરના શાહીબાગ પોલીસ મથકના પીઆઇ એ.કે.પટેલની બદલી પોલીસ કમિશનરે કંટ્રોલરૂમ કરી હતી. જ્યારે રાજ્ય પોલીસ વડાએ આ જ પીઆઈ એ.કે. પટેલની બદલી પોલીસ અકાદમી કરાઇ ખાતે કરી છે.

આથી પીઆઇને ક્યાં હાજર થવું તેની મૂંઝવણ ઉભી થઇ છે. સામાન્ય રીતે એક પીઆઈને પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષ થાય પછી બદલી થાય છે. આ પીઆઈના કિસ્સામાં બંને ઉચ્ચ અધિકારીએ બદલીના ઓર્ડર કર્યા તેમાં મિસ કોમ્યુનિકેશન થયાની પણ અટકળ ઉઠી છે.

અમદાવાદ શહેરમાં મહત્વના પોલીસ સ્ટેશનો સંભાળતા ૧૪ જેટલા પોલીસ ઇન્સ્પેકટરોને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ કમિશનરેટ એરિયા બહાર અન્ય જિલ્લાઓમાં બદલી કરવાના આદેશો પ્રસિધ્ધ કર્યા હતા.

જેમાં અમદાવાદના શહેરકોટડા પોલીસ મથકના પીઆઇ વી.આર.વસાવા અને વહીવટદાર વિરૂદ્ધ બુટલેગરે વીડિયો વાયરલ કર્યા હતા. તેની નર્મદા જિલ્લામાં બદલી કરી દેવામાં આવી છે. નરોડા પોલીસ સ્ટેશનમાં વિવાદો સર્જનારા એચ.બી.વાઘેલાને સાબરકાંઠા મોકલી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન