દક્ષિણ આફ્રિકામાં આજે `બંને’ ટીમ ઈન્ડિયાની જીત માટે જીદ - Sandesh
NIFTY 11,355.75 -73.75  |  SENSEX 37,644.90 +-224.33  |  USD 69.9325 +1.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Uncategorized
  • દક્ષિણ આફ્રિકામાં આજે `બંને’ ટીમ ઈન્ડિયાની જીત માટે જીદ

દક્ષિણ આફ્રિકામાં આજે `બંને’ ટીમ ઈન્ડિયાની જીત માટે જીદ

 | 9:33 am IST

દક્ષિણ આફ્રિકામાં છ વન ડેની શ્રેણીમાં સળંગ ત્રણ મેચ જીતી ઈતિહાસ રચ્યા પછી ભારતનો ચોથી વન ડેમાં પરાજ્ય થયો હતો. આજે પોર્ટ એલિઝાબેથમાં પાંચમી વન ડેમાં ભારત જીતે તો શ્રેણી વિજયનો ઈતિહાસ લખશે. બીજી બાજુ મહિલા ટીમ ઈન્ડિયાએ તો દક્ષિણ આફ્રિકામાં ત્રણ વન ડેની શ્રેણી 2-1થી જીતી ઈતિહાસ રચ્યો છે અને હવે આજે પાંચ ટી-20 શ્રેણી પ્રથમ મેચ રમનાર છે.

ભારત માટે રોહિત શર્મા ફોર્મમાં ન હોવાથી ચિંતાજનક બાબત છે. છેલ્લી ચાર વન ડેમાં તેમણે ફક્ત 40 રન બનાવ્યા છે. તેઓ દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગિસો રબાડાના હાથે જ આઉટ થયા છે. રબાડાએ તેમને અત્યાર સુધી ચાર વાર પેવેલિયન રવાના કર્યા છે. વધુમાં દક્ષિણ આફ્રિકામાં 12 દાવમાં રોહિત શર્માની સરેરાશ માત્ર 11.45 જ છે. ટીમ મેનેજમેન્ટ રોહિત શર્માને પડતો મુકી તેમના સ્થાને અજિંક્યા રહાણેને ઓપનિંગમાં ઉતારે તો નવાઈ નહીં.

બીજીબાજુ મહિલા ટી-20ની પ્રથમ મેચ પણ આજે જ રમાનાર છે. અનુજા પાટિલ, પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ટી-20 રમનાર ઓલરાઉન્ડર રાધા યાદવ તથા વિકેટકિપર નુજહત પરવીનના આગમન સાથે ભારતીય મહિલા ટીમ ઈન્ડિયા વધારે સંગીન બની છે તથા આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે. મહિલા ટીમ ઈન્ડિયામાં મુંબઈની 17 વર્ષની જેમિમા રોડ્રિગેઝનો પણ સમાવેશ કરાયો છે. જેમિમાએ અન્ડર-19 મેચમાં 163 બોલમાં 202 રન ફટકાર્યા હતાં.

મહિલા ટી-20 ટીમમાં હરમનપ્રીત કેપ્ટન છે અને સ્મૃતિ મંધાના વાઈસ-કેપ્ટન છે. આ ઉપરાંત મિતાલી રાજનું ફોર્મ પણ ભારે ઉપયોગી સાબિત થશે.