Botswana Corona variant: UK To Ban Travel From 6 Nations As Africa
  • Home
  • Corona
  • કોરોનાના નવા સ્ટ્રેનથી દુનિયાભરમાં ફફડાટ, બ્રિટન-ઇઝરાઇલે લીધો મોટો નિર્ણય

કોરોનાના નવા સ્ટ્રેનથી દુનિયાભરમાં ફફડાટ, બ્રિટન-ઇઝરાઇલે લીધો મોટો નિર્ણય

 | 9:34 am IST
  • Share

  • દ.આફ્રિકા અને બોટ્સવાનામાં કોરોના વાયરસનો જીવલેણ વેરિએન્ટ જોવા મળ્યો

  • બોટ્સવાનાના વાયરસમાં 32 મ્યુટેશન જોવા મળ્યા છે

  • બ્રિટન-ઇઝરાઇલે આફ્રિકાના કેટલાંક દેશોના પ્રવાસ પર મૂકી દીધો પ્રતિબંધ

     

દક્ષિણ આફ્રિકા અને બોટ્સવાનામાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ મળતા સંક્રમણને ધ્યાનમાં રાખતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ શુક્રવાર એટલે કે આજે ઇમરજન્સી બેઠક બોલાવી છે. બ્રિટનના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના નવા સ્ટ્રેનને લઇ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે બોટ્સવાનાના વાયરસમાં 32 મ્યુટેશન જોવા મળ્યા છે. તેના મોટાભાગના મ્યુટેશન અત્યંત સંક્રમણ ગણાવ્યા છે અને તેના પર રસીની પણ ઓછી અસર છે.

આજથી આ 6 આફ્રિકન દેશો પર બ્રિટને મૂકી દીધો યાત્રા પ્રતિબંધ

બ્રિટને છ આફ્રિકન દેશો માટે ઉડાનો પર પ્રતિબંધ મૂકી દીધો છે હવે લંડનથી આ દેશો માટે કોઇ વિમાન રવાના કરાશે નહીં. બ્રિટને દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોના વાયરસના નવા વેરિઅન્ટથી સંક્રમણને લઇ ચિંતા વ્યક્ત કરી છે.

બ્રિટનની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ કહ્યું કે કોરોના વાયરસના નવા વેરિએન્ટ B.1.1.529માં સ્પાઇક પ્રોટીન છે જે મૂળ કોરોના વાયરસથી અલગ છે જેનો આધાર કોવિડ-19 રસી વિકસિત કરાઇ હતી. આ વેરિએન્ટની ઓળખ સૌથી પહેલાં આ સપ્તાહની શરૂઆતમાં થઇ હતી. બ્રિટને અસ્થાયી રીતે દક્ષિણ આફ્રિકા, નામિબિયા, બોટ્સવાના, ઝિમ્બાબ્વે, લિસોથો અને એસવાટિનીની મુસાફરી પર પ્રતિબંધ મૂકી દીધો છે. સાથો સાથ ત્યાંથી જે બ્રિટિશ પર્યટક પાછા આવી રહ્યા છે હવે તેમને ક્વોરેન્ટીન કરાશે.

ઇઝરાઇલમાં સાત દેશોના પર્યટકોને એન્ટ્રી આપવા પર પ્રતિબંધ

બ્રિટનની સાથો સાથ ઇઝરાઇલે પણ સાત આફ્રિન દેશોથી આવનાર પર્યટકો પર પ્રતિબંધ મૂકી દીધો છે. દક્ષિણ આફ્રિકામાં મળેલા નવા કોરોના વેરિએન્ટ બાદ આ નિર્ણય લીધો છે. ઇઝરાઇલના પ્રધાનમંત્રી નફતાલી બેન્નેટ અને સ્વાસ્થ્ય મંત્રી નિટઝન હારવિટ્ઝે નિર્ણય લીધો છે કે દક્ષિણ આફ્રિકા, લિસોથો, બોટ્સવાના, ઝિમ્બાબ્વે, મોઝામ્બિક, નામિબિયા અને એસવાટિની પર પ્રતિબંધ મૂકી દીધો. સાથઓ સાથ ઇઝરાઇલી નાગરિક આ દેશોમાંથી પાછા આવી રહ્યા છે તો તેમને સાત દિવસ માટે હોટલમાં ક્વોરેન્ટીન થવું પડશે. બે નેગેટિવ પીસીઆર ટેસ્ટ બાદ જ તેમને ઘરે મોકલાશે.

દ. આફ્રિકામાં 6, હોંગકોંગમાં 1 કેસનો સમાવેશ થાય છે. સાઉથ આફ્રિકામાં કોરોના વાઇરસનો નવો વેરિઅન્ટ સામે આવતા જાણકારોમાં ચિંતા પેઠી છે. ઈમ્પિરિયલ કોલેજના ડૉ. ટૉમ પિકોકે કહ્યું હતું કે આ સ્વરૂપના મ્યુટેશનનું સંયોજન ભયાનક છે. તેને હાલમાં ‘નૂ’ નામ અપાયું છે.

નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝે જણાવ્યું કે, સાઉથ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિઅન્ટ દેખાઈ રહ્યો છે. સંશોધકોએ જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકામાં દરરોજ 100થી વધુ નવા કેસ આવી રહ્યા છે. જેમાં ગૌટાંગ પ્રાંતમાં 90 ટકા કેસ B.1.1.1.529નાં હોઈ શકે છે.

સાઉથ આફ્રિકામાં આ વર્ષે જ નવો C.1.2 વેરિઅન્ટ પણ મળી આવ્યો હતો, જો કે તે વધુ પ્રભાવક ન હતો. સંશોધકોના મતે હાલમાં આ વાઇરસની અસર મર્યાદિત સંખ્યા ઉપર થઈ છે અને તેની વ્યાપક અસર થાય તો શું સ્થિતિ ઉદ્ભવે તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો