બાહુબલી ટુએ 16 દિવસમાં કરી એટલી ક્માણી કે આંકડો જાણીને ફાટી જશે આંખો - Sandesh
NIFTY 10,811.60 -6.10  |  SENSEX 35,590.80 +-31.34  |  USD 68.0700 +0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • બાહુબલી ટુએ 16 દિવસમાં કરી એટલી ક્માણી કે આંકડો જાણીને ફાટી જશે આંખો

બાહુબલી ટુએ 16 દિવસમાં કરી એટલી ક્માણી કે આંકડો જાણીને ફાટી જશે આંખો

 | 7:29 pm IST

એસ એસ રાજામૌલી દિગ્દર્શિત ફિલ્મ બાહુબલી ટુએ માત્ર ૧૬ દિવસોમાં ૧,૩૩૦ કરોડ રૂપિયાની કમાણી બોકસ ઓફિસ પર કરી છે. ફિલ્મે ભારતમાં ૧,૦૯૦ કરોડ રૃપિયાની કમાણી અને વિદેશોમાં હવે કુલ ૨૪૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મનો બોકસ ઓફિસ પર એવો જાદુ ફેલાયો છે કે આ સપ્તાહે રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ મેરી પ્યારી બિંદુ અને સરકાર થ્રી પણ દર્શકો પર પકડ જમાવવામાં નિષ્ફળ ગઇ છે.

બોકસ ઓફિસ પર ફિલ્મ મેરી પ્યારી બિંદુએ પહેલા દિવસે ૭૫ કરોડ રૂપિયા તો રામગોપાલ વર્મા દિગ્દર્શિત ફિલ્મ સરકાર થ્રીએ બે કરોડ ૨૫ લાખ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ બાહુબલી ટુએ બોકસ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે અને દરરોજ નવા રેકોર્ડ પોતાના નામે નોંધાવી રહી છે. ફિલ્મ બાહુબલીની નોંધ બીબીસી તેમ જ અન્ય વિદેશી મીડિયાએ પણ લીધી છે.

આ ફિલ્મ ગત સપ્તાહે અમેરિકામાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. બાહુબલી દેશી એન્ટરટેઇનર તો પ્રભાસ અત્યારે બાળકોમાં સુપર હીરો તરીકે જાણીતો અને લોકપ્રિય બનતો જાય છે.