box-office-the-nun-is-and-stree-collection-100-crore-club
  • Home
  • Entertainment
  • Bollywood
  • The Nun ફિલ્મને જોરદાર પ્રતિસાદ તો 100 કરોડની કમાણી પર પહોંચી ફિલ્મ ‘સ્ત્રી’

The Nun ફિલ્મને જોરદાર પ્રતિસાદ તો 100 કરોડની કમાણી પર પહોંચી ફિલ્મ ‘સ્ત્રી’

 | 4:01 pm IST

હવે ભારતમાં હોલીવુડની ફિલ્મો સારી કમાણી કરે છે. થોડા કેટલાક સમયમાં ફિલ્મોનું કલેક્શન આ વાત સાબીત કરે છે. ભારતીય દર્શકો હોલીવુડની ફિલ્મોને ખુબજ પસંદ કરે છે. હાલમાં રિલીઝ થયેલી હોલીવુડની હોરર ફિલ્મ The Nun ભારતમાં ધીકતો ધંધો કરી રહી છે. કમાણીના મામલે આ ફિલ્મે કેટલીયે હિન્દી ફિલ્મોને પાછળ રાખી દીધી છે.

એવેન્જર્સ Infinity War અને ડેડપૂલ 2 બાદ કંન્જ્યુરિંગ 2ની 5મી ફિલ્મ The Nunમાં દર્શકોને પોતાની તરફ આકર્ષી રહી છે. આ ફિલ્મે ઓપનીંગ ડે પર 8 કરોડની કમાણી કરી બોલીવુડની ફિલ્મો પલટન, લૈલા મજનૂ અને ગલી ગુલીયાને પાછળ રાખી દીધી છે. The Nun કંન્જ્યુરિંગ સીરીઝની અત્યાર સુધીની સૌથી સારી ઓપનર સાબીત થઈ છે.

ભારતમાં The Nunની બીજા દિવસની કમાણી પહેલા દિવસ કરતા વધારે થઈ છે. ફિલ્મે બીજા દિવસે 10.20 કરોડનો વેપાર કર્યો છે. આ રીતે બે દિવસમાં The Nunની કુલ કમાણી 18.50 કરોડ થઈ છે.

ના ફક્ત હોલીવુડ હોરર ફિલ્મ પણ ગયા અઠવાડિયે રિલીઝ થયેલી બોલીવુડની હોરર કોમેડી સ્ત્રીએ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. સ્ત્રીની કમાણી 80 કરોડનો આંકડો પાર કરી ચુકી છે. બીજા સપ્તાહમાં આ ફિલ્મે 82.29 કરોડ મેળવ્યા છે. મનાઈ રહ્યુ છે કે આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં એન્ટ્રી કરશે. સ્ત્રી ફિલ્મ The Nunને જોરદાર ટક્કર આપી રહી છે.

શુક્રવારે રિલીઝ થયેલી બોલીવુડ ફિલ્મોનું બોક્સ ઓફિસ પર પ્રદર્શન ખરાબ રહ્યુ. પલટન, લૈલા મજનૂ, ગલી ગુલીયાની ત્રણ દિવસની કમાણી હોલીવુડની ફિલ્મ The Nunના પહેલા દિવસના કલેક્શન પાસે પણ ન પહોંચી શકી.