પાલનપુરમાં વ્યાજે લીધેલા નાણાં પાછા આપ્યા બાદ પઠાણી ઉઘરાણીમાં યુવક પર હુમલો - Sandesh
  • Home
  • Gujarat
  • પાલનપુરમાં વ્યાજે લીધેલા નાણાં પાછા આપ્યા બાદ પઠાણી ઉઘરાણીમાં યુવક પર હુમલો

પાલનપુરમાં વ્યાજે લીધેલા નાણાં પાછા આપ્યા બાદ પઠાણી ઉઘરાણીમાં યુવક પર હુમલો

 | 6:20 pm IST

પાલનપુરમાં બે વર્ષ અગાઉ વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સહિત પરત આપી દીધા બાદ પણ તેની ઉઘરાણી કરી પૈસા કેમ આપતો નથી તેમ કહી યુવકને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉપરોક્ત બનાવ સંદર્ભે પ્રાપ્ત માહીતી અનુસાર પાલનપુરના લક્ષ્મીપુરામાં રહેતા પ્રિતેશભાઈ ખુશાલભાઈ પટેલે બે વર્ષ અગાઉ નરેશભાઈ ભીખાભાઈ ગાંભવા(પટેલ) પાસેથી રૃ.પ૦ હજાર વ્યાજે લીધા હતા. જે નાણાં વ્યાજ સાથે પરત આપી દીધા હોવા છતાં ઉપરોક્ત નરેશભાઈ ભીખાભાઈ ગાંભવા(પટેલ) તથા ભીખાભાઈ હીરાભાઈ ગાંભવા(પટેલ), શાન્તીભાઈ ગંગારામભાઈ ઠાકોર (રહે.રાધેશ્યામ સોસાયટી પાસે,લક્ષ્મીપુરા,પાલનપુર) વાળાએ પ્રિતેશભાઈને રૃ.પ૦ હજાર કેમ આપતો નથી તેમ કહી ઉઘરાણી કરી અપશબ્દો બોલી મોઢા ઉપર તથા શરીરે ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

જેની ફરિયાદ પ્રિતેશભાઈ ખુશાલભાઈ પટેલે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે નોંધાવતા પોલીસે તેમની ફરિયાદ આધારે ઉપરોક્ત ત્રણેય ઈસમો સામે ફરિયાદ નોંધી તપાસ હે.કો.વિક્રમદાન ચલાવી રહ્યા છે.