Boy dance like Michael Jackson, dancing video goes viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • હિૃતિક, ટાઈગરને પરસેવો છોડાવી દેશે આ યુવાનનો અદ્ભુત ડાન્સ, Video જોશો તો જોતા જ રહેશો

હિૃતિક, ટાઈગરને પરસેવો છોડાવી દેશે આ યુવાનનો અદ્ભુત ડાન્સ, Video જોશો તો જોતા જ રહેશો

 | 11:26 pm IST

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. પરંતુ અમુક વીડિયો તમને હેરાન અને આશ્ચર્યમાં મૂકી દેતા હોય છે. ત્યારે હવે એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં છોકરો ગજબનો ડાન્સ કરતા નજરે આવી રહ્યો છે.

આ યુવાનનો ડાન્સ જોઈ લોકો તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે અને બોલિવૂડના જાણીતિ ડાન્સર હિૃતિક રોશન અને ટાઇગર શ્રોફ સાથે સરખામણી કરી રહ્યા છે. ઉપરાંત કેટલાક લોકો આ યુવાનને સોશિયલ મીડિયાનો માઇકલ જેક્સન પણ કહી રહ્યા છે. યુવાનના ડાન્સ વીડિયોને ખૂદ હિૃતિક રોશનને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તેના ફેન્સ સાથે શેર કર્યો છે અને યુવાનની ડાન્સિંગની ખૂબ પ્રશંસા કરી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવાન શાનદાર ડાન્સ સ્ટેપ કરી રહ્યો છે. તેના પગ જાણે સાંપની જેમ જમીન પર સરકી રહ્યા છે. લોકોઆ યુવાનના ડાન્સ વીડિયો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. તમે પણ જુઓ આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન