Video: In UP Boy Fired Gun On Cake Video Viral
  • Home
  • Videos
  • બર્થડે કેકને ચાકૂથી કાપવાની જગ્યાએ છોકરાઓએ ચલાવી બંદૂક, જોઇલો વિડીયો

બર્થડે કેકને ચાકૂથી કાપવાની જગ્યાએ છોકરાઓએ ચલાવી બંદૂક, જોઇલો વિડીયો

 | 3:09 pm IST

સોશિયલ મીડિયા પર એક વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ઉત્તરપ્રદેશનો છે તેવું કહેવામાં આવી રહ્યું છે. વિડીયોમાં જોઇ શકાય છે કે છોકરાઓએ ઘણી જ અજીબ રીતે જન્મદિવસ મનાવ્યો. છોકરાએ જન્મદિવસ પર કેક ચાકૂથી ના કાપીને બંદૂકથી ઊડાવ્યો હતો. કેક પર મીણબત્તી પણ પ્રગટાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર આ વિડીયોની ઘણી જ આલોચના થઈ રહી છે. યૂપી પોલીસ આ છોકરાઓની શોધખોળ કરી રહી છે.

વિડીયોમાં જોઇ શકાય છે કે વ્યક્તિ કેક પર ગોળી છોડી રહ્યો છે અને બાકીનાં લોકો તેને પ્રોત્સાહિત કરી રહ્યા છે. કેક પર ગુર્જર લખવામાં આવ્યું છે. 20 સેકેન્ડનાં આ વિડીયોને જોઇને યુપી પોલીસ પણ ચોંકી ગઈ છે.