NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં રિક્ષાભાડાની લેતીદેતીમાં યુવકની છરી વડે જાહેરમાં કરી હત્યા

અમદાવાદમાં રિક્ષાભાડાની લેતીદેતીમાં યુવકની છરી વડે જાહેરમાં કરી હત્યા

 | 3:14 pm IST

પૈસાની લેતીદેતીમાં અમદાવાદ શહેરમાં આવેલા વાસણા વિસ્તારમાં જાહેર રોડ ઉપર યુવકની છરીના ઘા મારી તેની હત્યા કરવાનો બનાવ બનાવા પામ્યો છે. મળતી માહિતી પ્રમાણે રિક્ષાભાડાના પૈસા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને બે યુવકોએ એક યુવકની જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરી હતી. આ અંગે વેજલપુર પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથધરી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં તાજેતરમાં હત્યાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. વેજલપુર વિસ્તારની અંદર જ ત્રણ મહિનામાં ત્રણ જેટલી હત્યા અને મારામારીના બનાવો સામે આવ્યા છે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાસણાના ગુપ્તાનગર ખાતે આવેલી કા‌ઠિયાવાડીની ચાલીમાં ડુંગર ઉર્ફે દુંગો થાનાજી મીણા નામનો યુવક રહેતો હતો. ડુંગર પાસે પાંચ ઓટોરિક્ષા હોવાથી તે રૂ.૩૦૦ના રોજના ભાડાથી ચલાવવા આપતો હતો. ત્રણેક માસ અગાઉ ગુપ્તાનગરમાં જ આવેલા યોગેશ્વરનગર-રમાં રહેતા પ્રશાંત શ્રીરામ પટેલને ભાડેથી રિક્ષા ચલાવવા આપી હતી, પરંતુ તેનું ભાડું સમયસર ન ચૂકવતો હોઇ ડુંગરે રિક્ષા પરત લઇ લીધી હતી. ગુરુવારે રાત્રે ડુંગર અને તેના મિત્ર સુરેશ મારવાડી તથા દિનેશભાઇ સાથે વાસણાના સ્વામિનારાયણ બસસ્ટેન્ડ પાસે ઊભા હતા. દરમિયાનમાં ભાઠા ગામમાં ઔડાના મકાનમાં રહેતો અને ડુંગરની ભાડેથી રિક્ષા ફેરવતો આકાશ સોલંકી ત્યાં આવતાં ડુંગરે તેને ગુપ્તાનગર મૂકી જવા કહ્યું હતું. ચારેય રિક્ષામાં બેસી ગુપ્તાનગર જવા નીકળ્યા હતા.

દરમ્યાનમાં યોગેશ્વરનગર પાસે પ્રશાંત અને તેનો મિત્ર આવ્યા હતા. બંનેએ ડુંગરની સાથે ગાળાગાળી કરી હતી. પ્રશાંતે તેની પાસે રહેલી છરી કાઢી ડુંગરને મારી દીધી હતી. અન્ય યુવકે પણ ધોકા માર્યા હતા. મારામારીની ઘટના બનતા આકાશ અને તેના અન્ય મિત્રો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. હત્યા કર્યા બાદ પ્રશાંત અને તેનો મિત્ર ઘટનાસ્થળેથી નાસી ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ અંગે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપવા તજવીજ હાથ ધરી છે.