boy perform 30 somersaults in 24 seconds viral video
  • Home
  • Videos
  • Featured Videos
  • માત્ર 24 જ સેકન્ડમાં 30 ગુલાંટ મારી દીધી, આ ટાબરિયાનો VIDEO જુઓ અને ગણતરી શરૂ કરો

માત્ર 24 જ સેકન્ડમાં 30 ગુલાંટ મારી દીધી, આ ટાબરિયાનો VIDEO જુઓ અને ગણતરી શરૂ કરો

 | 3:49 pm IST

કેટલાક દિવસો પહેલા કોલકત્તાની એક શાળાના બે બોળકોનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે જિમનાસ્ટિક કરતાં દેખાઈ રહ્યા હતા. એ બાળકોનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો અને લોકોએ બે મોઢે વખાણ કર્યા હતા.

હવે હાલમાં એક એવો જ ખતરનાક વીડિયો વાયરલ થયો છે કે જે જોઈને પણ લોકો આ છોકરાનાં ખુબ વખાણ કરી રહ્યા છે. આ છોકરાએ એક મીનિટમાં એવો કમાલ કરી બતાવ્યો કે બધાની આંખો પહોળી થઈ ગઈ. ટ્વીટર પર આ વીડિયો ખુબ શેર થઈ રહ્યો છે અને લોકો તેને ઓલમ્પિકમાં મોકલવાની અપીલ કરી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે તેણે 24 સેકન્ડમાં 30 ગુલાટ મારી દીધી. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. હજું સુધી આ વીડિયો ક્યાંનો છે એ ખબર નથી પડી અને કેટલો જુનો છે એ પણ કોઈ ખ્યાલ નથી. આ વીડિયો પર કેટલાંય લોકો કેન્દ્રીય ખેલ મંત્રી કિરન રિજીજુને ટેગ કરીને અપીલ કરી રહ્યા છે કે એના ટેલેન્ટની કદર કરો અને આગળ વધવામાં મદદ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન