Boy Run After Wearing Shoes in Shop, Watch The Funny Video
  • Home
  • Featured
  • ગ્રાહકે શૂઝ પહેરીને લગાવી દોડ-સેલ્સમેન સમજ્યો ચોર, હકીકત જાણીને તમે પણ હસી પડશો

ગ્રાહકે શૂઝ પહેરીને લગાવી દોડ-સેલ્સમેન સમજ્યો ચોર, હકીકત જાણીને તમે પણ હસી પડશો

 | 4:56 pm IST

સોશિયલ મીડિયા પર કેટલાક દિવસ પહેલા એક વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઇને તમે હસી-હસીને થાકી જશો. આ વિડીયોમાં શૂઝની દુકાનમાં એક વ્યક્તિ શૂઝ ખરીદવા જાય છે. નવા શૂઝ પહેરીને તે દોડ લગાવે છે. શૂઝ બતાવનાર સેલ્સમેન પણ આ જોઇને ચોંકી જાય છે અને તેની પાછળ દોડે છે, પરંતુ છોકરો અટકી જાય છે અને રીટર્નમાં દોડે છે. આ જોઇને સેલ્સમેનનાં ચહેરા પર પણ સ્મિત આવી જાય છે.

હકીકતમાં તે છોકરો શૂઝની ગ્રીપ ચેક કરવા માંગતો હતો અને તે માટે દોડ્યો હતો, પરંતુ બધાને લાગે છે કે તે શૂઝ ચોરીને ભાગી રહ્યો છે. થોડીક દૂર દોડ્યા બાદ છોકરો પરત આવે છે અને સેલ્સમેનને હાશ થાય છે અને તેના ચહેરા પર પણ સ્મિત આવી જાય છે. આજુબાજુનાં લોકો પણ જોર જોરથી હસવા લાગે છે. આ વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.